________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સપ્તભંગી ઘટાવવી, તેમજ નિયત્વ વગેરેની પણ સપ્તભંગી ચેતનમાં જાણવી.
ભાવાથ–જે પ્રકારથી આત્મામાં અસ્તિત્વ અને નાસ્તિત્વ ઘટે છે, તેજ પ્રકારે આત્મામાં સરભંગી પણ ઘટી શકે છે. સ્વ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી આત્મામાં અસ્તિત્વ છે, તે જ સમયે પારદ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવથી આત્મામાં પરદ્રવ્યનું નાસ્તિવ છે. જીવમાં જ્ઞાનાદિક ગુણ છે, માટે તેનું અસ્તિત્વપણું જાણવું, એ સપ્તભંગીને પ્રથમ ભંગ થયે. થાત. પણ તે જ સમયે જીવમાં અચેતન-જડભાવનું નાસ્તિપણું છે, માટે યાત્રાતિ એ બીજો ભંગ જાણ. આ બન્ને ભાવ અસ્તિત્વ નાસ્તિત્વ સમકાળે આત્મામાં રહેલા છે, પણ વાણીથી એક સમયમાં તે કહી શકાય નહિ. કેવળજ્ઞાની એક સમયે બને ધર્મને કેવળજ્ઞાનથી જાણે, પણ તે ધર્મે ભાષામાં અનુક્રમે કહેવાય છે; પણ એક સમયે કહી શકાય નહિ, માટે યાત્મ વત્તાશ નામને ત્રીજો ભંગ જાણવો. અવક્તવ્યને “અર્થ કહી ન શકાય તે થાય છે. જીવનમાં સ્વગુણ અને પર્યાયનું અસ્તિત્વ અને પરગુણ અને પર્યાનું નાસ્તિપણું એક સમયમાં છે, માટે ચા આસિત મત્ત એ ચતુર્થ ભંગ જાણ. એકજ સમયમાં સ્વપર્યયને સદભાવ છે, અને પરપર્યયને અ. સદ્દભાવ આત્મામાં છે, પણ એ એક પણ સાંકેતિક શબ્દ નથી કે જે સદ્ભાવ અને અસાવ એકજ સમયે શ્રોતાવર્ગને જણાવી શકે; માટે એ ઉભય તે કહી શકાય નહિ, માટે પ્રથમ સદ્ભાવ જણાવવાનું અને તે સાથે તે અવક્તવ્ય છે
For Private And Personal Use Only