________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
૩ર
યોગ વર્તે છે, અને પરસ્પર પર પૂવે તેને જે વેરભાવ હતા. તે હવે દેખી શકતો નથી અર્થાત હવે તે નિવૈર થાય છે અને કેઈને પિતાને વૈરી દેખતા નથી અને પોતે કેઈના પર વૈરરાખતો નથી, તેને વૈરભાવ છૂટી જવાથી તે સર્વજીની સાથે આત્મભાવે વર્તે છે, તેથી કેદ તેને નાશ કરવા સમર્થ થતું નથી અને તે પોતે કેઈને નાશ કરતા નથી. તે પોતાના શરીરનો કેઈ નાશ કરે તેથી તે અમર આત્માને અનુભવી હોવાથી પોતાનો નશ જાણતા નથી, તે ભાવશાંતરસનો ભોગી અને મૈથુનાદિ રસને અભોગી બને છે, તેથી તે સ્થિર યમી મુનિ જૈ આગળના ચોથા સિદ્ધયમને પ્રાપ્ત કરે છે. તે સિદ્ધ ચમીની દશામાં કેવલજ્ઞાન પ્રગટે છે, દેહ છતાં જીવન્મુક્ત પમાત્મા બને છે, દેહ વાણું ને મનથી તે સર્વ જીવોનાં આત્મિક શુદ્ધ પરમાર્થ કાર્યોને કરે છે, પિતે પરમાર્થ સાધક શુદ્ધ પ્રભુ થઈને વિશ્વ લેકીને તે દશા તરફ લઈ જવા પરમાર્થમાં પુરૂષાર્થ ફેરવે છે. શ્રીમણિચંદ્રજી મહારાજ કહે છે કે શ્રી હરિભદ્રસૂરિકૃત
ગદષ્ટિ શાસ્ત્રમાં યમીની દશાઓને તેમણે જણાવી છે, અને તે અનુક્રમે સાધકને સિદ્ધ થાય છે. શ્રી મણિચંદ્ર મહાત્માએ શ્રી હરિભદ્રસૂરિ તથા ઉપાધ્યાય વગેરેના અનેક ગ્રન્થો વાંચ્યા હતા અને તે પ્રમાણે પ્રવૃત્તિ કરી આત્માનુભવમાં ઘણું ઊંડા ઉતર્યા હતા.
For Private And Personal Use Only