________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
બાબતમાં રસ-મીઠાશ લાગતી નથી. બીજા યમમાં તે આત્મ-વિયથી શ્રીજિનેશ્વર મહાવીર પ્રભુની આજ્ઞા પ્રમાણે પ્રભુ થવા પ્રવૃત્તિ કરવા લાગે છે, તેને પ્રભુની આજ્ઞા પાળવાને ઉત્સાહ રંગ પ્રગટે છે પણ તે યમ પાળતાં પ્રમાદદશા ઘણી હોય છે. તે યમ પાળતાં આત્મધર્માથે પ્રવૃત્તિ કરતાં ક્રોધાદિક કષાયથી પ્રમાદી થાય છે, પણ પાછો તે ક્રોધાદિકકષાયોને ઉપશમાવે છે, તે વારંવાર પ્રમાદોને થતા વારે છે, અને વારંવાર પ્રમાદ દે પ્રગટે છે અને વારંવાર તેઓને પશમ ભાવથી ઉપશમાવે છે, ઇચ્છાયોગ, શાસ્ત્રગ એ બે યોગનું ફળ ધમપ્રવૃત્તિ યોગમાં સમાઈ જાય છે અને સામર્થ્ય વેગ પણ આત્માના સ્વરૂપમાં રમતા કરવામાં તથા તેના હેતુઓને આરાધવામાં સમાઈ જાય છે, શ્રી મહાવીર પ્રભુએ દીક્ષા લઈ બારવર્ષ ધ્યાન ધર્યું તેમ ત્રેવીસ તીર્થંકર વગેરે સર્વ તીર્થકરેએ ધ્યાન દશામાં પ્રવર્તતાં વારંવાર પ્રમાદ દશા કરેલી છે. ભગવતી સૂત્રના પચ્ચીશમા શતકમાં કહેલું કુશીલ ચારિત્ર છે તે છઠ્ઠા ગુણઠાણથી દશમા સુધી હોય છે. ત્યાં કુશીલ ચારિત્રરૂપ પ્રવૃત્તિયમ યોગ છે, ત્યાં દેષો પ્રગટે છે અને ઉપયોગથી ટળે છે. ત્યાં કષાયોને નાશ કરવાની બુદ્ધિ, ઉત્સાહ પ્રવૃત્તિ હોય છે તેથી તે આગળના યમની પ્રાપ્તિ કરે છે.
For Private And Personal Use Only