________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮
પરમાત્મામાં મન છે તેનુ ધ્યાન ધરી. વાહ !! વાહ !! મણિચ’જી મહારાજના ધ્યાની ઉપર કેટલા બધા ગુણાનુરાગ છે કે જેથી તે પરમાત્માનું ધ્યાન કરનારનું ધ્યાન કરવા જણાવીને તે સન્ત મારફત પ્રભુપદ મળે છે એવી પર પરારૂપ વ્યવહારને જણાવે છે. આત્મામાં પરમાત્મ સ્વરૂપ રહેલું છે, તેનું ધ્યાન ધરતાં માહાદિકમંવરા ટળી જાય છે અને આત્માની શુદ્ધિરૂપ પરમાત્મદશા પ્રગટે છે. આત્માની વાત વિના સંસારની બીજી વાતા જેઓને ગમતી નથી તે આત્માના સત્ય પરમાત્મ રાજ્યમાં રવતત્રતાથી પ્રવેશ પામેલા છે. તેએ ખરા સ્વતંત્ર બાદશાહ શહેનશાહેાના શહેનશાહા છે, તેઓની પાસે એક કાડી ન હોય તાપણુ તે પ્રભુએ છે, તેને દુનિયા ન જાણે તાયે સન પ્રભુએ તેા જાણી રહ્યા છે. શ્રી મણિયદ્રજીને તે કાલે જૈન જગતે ઓળખ્યા નહીં તાપણ તે પાછળથી ઓળખાયા છે. દુનિયામાં જ્યાં ત્યાં એવું દેખાય છે.
इति चतुर्थ सज्झाय संपूर्णम् ॥ ४ ॥
For Private And Personal Use Only