________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
ચાર પ્રકારની અવસ્થા જાણે છે. ૧ વિક્ષિસ, ૨ યાતાયાત ૩ સુશ્લિષ્ટ ૪ સુલીન. તેમાં પ્રથમ વિક્ષિપ્ત ચિત્ત છે તેને આત્માના સન્મુખ કરતાં તે પાછું બહાર ચાલ્યું જાય છે. અનાદિકાલના અભ્યાસથી મનને બહિર્માં ગમવાથી આભામાં તેને ગમતું નથી. ક્રોધ, માન, માયા, લોભ, કામ, દેવાદિક દેના બળથી મનને આત્મામાં રાખવા જતાં તે તુર્ત બહાર આવી જાય છે, તેથી વિક્ષિપ્ત ચિત્ત તે કહેવાય છે. મનને આત્માના સ્વરૂપમાં લગાડતાં ત્યાં કંઈક વિચારમાં સ્થિર રહે છે, અને પાછું બહાર આવે છે અને ઉપયોગથી ખેંચીને પાછું આત્માના ચિંતવનમાં લગાડી શકાય છે અને ત્યાં સ્થિર થઈ પાછું મેહથી ઉછાળો મારી બહાર આવે છે. યાતાયાત ચિત્તના તેવા પ્રથમાભ્યાસમાં કંઈક આનંદની ઝાંખી આવે છે, બિલાડીને તેનું બચ્ચું વળગી રહે છે અને વાંદરીને કૂદકે મારતાં તેનું બચ્ચું જેમ વળગી રહે છે, તેમ આત્મામાં જે મન ચેટી જાય છે અને ધર્મધ્યાનથી આત્મામાં સુક્લિષ્ટ રહે છે તે સુશ્લિષ્ટ મન કહેવાય છે અને જે શુક્લ
ધ્યાનના ગે આત્મામાં મન લીન થઈ જાય છે, અને જેથી એક્તા, લીનતા તથા સમતા યોગ પ્રગટે છે તે સુલીનતા મન જાણવું. મનની સુશ્લિષ્ટદશા તથા સુલીનતા દશામાં ધ્યાન સમાધિ અને આત્માનંદનો પ્રકાશ થાય છે અને આ
For Private And Personal Use Only