________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
करणे करी लीइं सिवराजके ॥ भणे मुणिचंद्र हवे सिधलां I | ૭ |
इति द्वितीय सज्झाय संपूर्णम् ॥ २॥
જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અન્તરાય કર્મ એ ચારઘાતી કર્મ છે. વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર એ ચારઅઘાતકર્મ છેઘાતકર્મ મટયા પછી અનંત ચતુષ્ટય પ્રગટ થાય છે. આત્મા છેવન્મુક્ત થાય છે, પણ આયુષ્યકર્મની અવધિ પર્યત ત્રણ અઘાતીયાં કર્મ રહે છે. અઘાતીયાં કર્મ છતાં આત્મા પરમાત્મા થાય છે, અને આત્મા સર્વજ્ઞ બની આયુષ્યપર્યત પૃથ્વીતેલમાં વિચરે છે. તેવા કેવલજ્ઞાની પરમાત્માને દેવેન્દ્ર નરેન્દ્ર પૂજે છે, સ્તવે છે, નમે છે, પશ્ચાત આયુષ્ય પ્રાંતે શેલેશીકરણ કરીને વિતરાગ, પરમાત્મા સર્વકર્મો દેહાતીત સિદ્ધબુદ્ધ પ્રભુ થાય છે અને સાદિ અનંતમાં ભાગે મેક્ષ પામે છે અને જન્મ જરામરણની પેલી પાર જાય છે. અનંત સુખ અને અનંત જ્ઞાનમય બને છે. મુનિચંદ્ર (યાને મણિચંદજી) કહે છે કે એવી આત્માની શુદ્ધ દશા
For Private And Personal Use Only