________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
છે જ ! जीत्यो जीत्योरे मोटो मोहराजके ॥ दीठो दीठोरे लोकालोक आजके ।। जाण्या जाण्यारे थूल सूक्ष्म काज
છે પાંખ્યા પર પ્રતિમyપ/ગ | ક | આત્મજ્ઞાનીની આત્માની સાથે તાળી લાગે છે. અર્થાત તેને આત્મામાં જ રસ અનુભવાય છે અને તેમાંજ રસિક બની જાય છે. તેથી તે પરવસ્તુ જડ દેહાદિકને દેખે છે છતાં તેમાં શબ્દરૂપાદિકને મેહ નહીં રહેવાથી દેખતા જ નથી. તે આત્માના સ્વભાવમાં જેમ સરોવરમાં હંસ રમે–ઝીલે તેવી રીતે ઝીલે છે. આત્મામાં રતિ પામેલા જ્ઞાનીને, બાહ્યમાં રાગ દ્વેષાદિકવિભાવદશાએ ગ્રહણત્યાગબુદ્ધિ રહેતી નથી. જ્ઞાની આત્મામાંજ સવ વસ્તુઓ છે એમ જાણે છે. આત્માની બહાર કશું પ્રાપ્તવ્ય છે એમ અવબોધ નથી. આત્માના જ્ઞાનથી તથા ધ્યાન સમાધિથી આત્માની જ્યોતિ પ્રકાશ થાય છે અને તેથી સર્વત્ર વિશ્વમાં પ્રકાશ પડે છે. અંતરમાં અજવાળું થવાથી અંધારું રહેતું નથી. આત્મામાં સમ્યગ જ્ઞાન સમ્યક્ત્વની ક્લા પ્રગટવાથી એરની ઓર વાત બની ગઈ એમ અનુભવ વેદાય છે, અને તેથી આત્મા અત્યંત
For Private And Personal Use Only