________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
सागरयोगिनम् ॥३॥ मणिचन्द्रमहासाधोः समाधिध्यानधारिणः प्रणीतसर्वपद्यानां, कुहं विवृतिं शुभाम् ॥२॥
પ્રસ્તાવ-જૈન શ્વેતાંબર તપાગચ્છી શ્રી મણિચંદ્રજી મહારાજજી અમદાવાદ સારંગપુર તળીયાની પોળના ઉપાશ્રયમાં રહેતા હતા. વિ. સં. ૧૮૯૦-૧૮૯૯ લગભગમાં વિદ્યમાન હતા. તે ધ્યાની જ્ઞાની ગીતાર્થ સિદ્ધ મહાત્મા હતા, તેમના શરીરે રક્તપિત્તનો રેગ હતો. ઉપાશ્રયમાં એકલા રહેતા હતા. તેમના આદેશથી અભણ એ એક ભક્ત શ્રાવક એકદમ ધર્મપુસ્તકે વાંચવાનું શીખ્યો હતો. અમદાવાદમાં શ્રાવિકા તરીકે પંડિતા કાકીમાં જે થઈ ગયાં તે પણ એમની કૃપાથી જ્ઞાની થયાં હતાં. શ્રી સીમંધર સ્વામી પાસે એક દેવે પ્રશ્ન કર્યો હતો કે ભારતમાં હાલ ઉત્તમ સમતાધારી મુનિ કોણ છે ? તેના ઉત્તરમાં સીમંધર પ્રભુએ જણાવ્યું હતું કે અમદાવાદમાં મણિચંદ્રજી મહારાજ છે. તેમની પાસે દેવ આવ્યા અને શ્રી મણિચંદ્રજીની પરીક્ષા કરી મુનિવરની આગળ પ્રત્યક્ષ થઈ સર્વ વૃતાંત કહ્યો. શ્રી મણિચંદ્રજીએ દેવને ચાર પ્રશ્ન કર્યો. ૧ પિતાના કેટલા ભવ છે? ૨ અમદાવાદમાં શાસનદેવ સંપ્રતિ વર્તે છે કે નહીં ? ૩ શ્રી આનંદધનજીના કેટલા ભવ છે ? ૪ શ્રી ઉપાધ્યાયજીના કેટલા ભવ છે ?
For Private And Personal Use Only