________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭ ભાવનું સ્વરૂપ કહ્યું છે, તે તે પદાર્થોને તેવારૂપે યથાસ્થિત જાણે અને પ્રમાણે પ્રતીત કરે. પોતે આત્મા છું એમ પ્રતીતિ કરી આત્મા ઉપર પૂર્ણ પ્રેમ ધારણ કરે છે અને અંતરના સુમતિના અવાજ પ્રમાણે પ્રવર્તે છે તે સમ્યગાની છે, એ સમ્યગૂજ્ઞાની થએલે જીવ છે તે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભથી ગાંજો જ નથી. તે કષાયોને પ્રિય માનતો નથી. પિતાનામાં રહેલા દુર્ગુણ દેન અને ગુણેને જુદા જુદા જાણે છે તેથી તે પુણ્યવંત જ્ઞાની, ધર્મક્રિયામાં પ્રમાદ કરતા નથી અને લેકમાં પૂજાવવા મનાવવાની તથા લોકસંજ્ઞાની પ્રવૃત્તિ કરતા નથી. જનમનરંજન ધર્મનું એક બદામ જેટલું મૂલ્ય પણ જાણતો નથી. તે મિથ્યાત્વ મોહનીયને ઉપશમાવે છે, અત્તરાત્મપ્રભુના શુભ અવાજને માન આપી તે પ્રમાણે વર્તે છે અને જે અંશે નથી વર્તાતું તે અંશે તે મનની નબળાઈ જાણે છે. ધર્મિમનુષ્યના ગુણની અનુમોદના કરે છે. દેવ ગુરૂ ધર્મની સેવાભક્તિમાં અપઈ જાય છે અને આત્માને પરિપૂર્ણ શુદ્ધ પરમાત્મા બનાવવો એજ સત્ય ધ્યેય છે અને તેનાં વતાદિક સાધન છે એમ સમ્યગજ્ઞાનથી જાણે છે. તે પિતાનામાં રહેલા દુર્ગણ નીનિન્દા કરે છે અને પોતાનામાં પ્રગટેલા ગુણોનું અભિમાન કરતા નથી. પરજવસ્તુઓમાં આસકિત ધાર નથી. શ્રી મણિચંદ્રજી મહારાજ કહે છે કે
For Private And Personal Use Only