________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦ ) મમતા થાય છે. આ ઘર મારું એમ અહંવૃત્તિ ઉત્પન્ન થતાં, તે ઘરમાં અન્ય કેઈને પ્રવેશ થતાં, તેના ઉપર છેષ ઉત્પન્ન થાય છે. અમુક પુત્ર પિતાને માનતાં, તે જે વ્યભિચાર આદિ દેશે સેવે, તો તેથી મહાદુઃખ ઉત્પન થાય છે. અમુક ઘર મારું છે, એવી અહંવૃત્તિ થઈ, અને પશ્ચાત્ તે ઘર બળી જાય છે તેથી પ્રાણ મહાદુઃખ ધારણ કરે છે, અને વળી તેથી ગ્રથિલ પણ બની જાય છે. અમુક રાજ્ય મારૂ છે, અમુક દેશ મારે છે, એમ અધ્યાસ થતાં, તે રાજ્ય વા દેશ છતવા અન્ય કઈ પ્રયત્ન કરે તે તે માટે પોતે અહંવૃત્તિના આવેશથી યુદ્ધ કરે છે, પ્રાણુને નાશ કરે છે. રૂશીયા અને જાપાનને લડાઈ થઈ અને તેમાં લાખે મનુષ્યને નાશ થઈ ગયે, તે પણ અહંવૃત્તિના આવેશથીજ જાણવું.
અહંવૃત્તિના ઉદયે, જીવ બાહ્યપદાર્થોમાં વ્યવહાર મમત્વને અધ્યાસ કરી, આ મારા બ્રાતા, અમુક મારી મા, અને અમુક જનક, વગેરેને કલ્પી લે છે. અને પછી દઢ અધ્યાસ પ્રતિદિન વૃદ્ધિ પમાડતે પ્રવૃત્તિ કર્યા કરે છે. પિતાના પાડેલા નામમાં પણ હું દેવદત્ત, હું ચંદ્રદત્ત, એ દઢ અધ્યાસ ધારણ કરે છે. પછી દેવદત્ત નામથી પ્રશંસા શ્રવણ કરી બહુ ખુશી થાય છે, કોઈ દેવદત્ત નામથી સંબંધી ગાલીપ્રદાન કરે, તે તે બહુ દુઃખી થાય છે.
For Private And Personal Use Only