________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૦) માર્ગ પાળી આત્મિક સુખ ક્ષણે ક્ષણે અનુભવી, ચરણકરણની સફલતા કરે છે. ચરણકરણનું ફળ આમા પિતાની સુખાદિ અનંતરુદ્ધિ પ્રગટપણે કરે તેજ છે. ચરણકરણથી આત્મા સ્વસ્વરૂપમાં આવી, ક્ષણે ક્ષણે અનંતકર્મવર્ગણાને ખેરવતે અને તે તે અંશે આત્મગુણે પ્રાપ્ત કરતે જીતે પ્રાંતે ક્ષપકશ્રેણિ આહી, પરમપદની પ્રાપ્તિ કરી, અને નંત સુખને તે સમયે સમયે ભોક્તા બને છે. તે સુખ પ્રાપ્ત કરવા માટે, આત્મધ્યાની મુનિવરેની ગ્યતા છે. સંસારના સુખમાં વિઠાના કીડાની પેઠે સાચી માચી રહેલા મહી પામર સંસારીજીની નિત્યસુખમાં ધ્યાની મુનિરાજ જેવી ગ્યતા નથી, માટે તેવી ગ્યતા પ્રાપ્ત કરવા માટે તેવા સદ્ગરનાં ચરણકમળ સેવી, ચેગ્યતા મેળવી, આત્મધ્યાની થવું. અવતરણ ધ્યાની આત્મપરિણતિ કેવા પ્રકારની સેવે તે પરિણતિનું વિવેચન કરે છે.
દ્વિધા પતિ રથાતિ છે, શુદ્ધાશુ વિચાર | शुद्ध रही सिद्धात्ममा, नित्यानंदाधार ॥ १४ ॥
ભાવાર્થ–પરિણતિના બે ભેદ છે-૧ શુદ્ધ પરિણતી અને બીજી અશુદ્ધ પરિણતિ. તેમાં પ્રથમ શુદ્ધ પરિણતિ સ્વરૂપ કહે છે. આત્માના ગુણે ક્ષાયિકભાવે શુદ્ધ થઈ શુદ્ધ પરિણામને ભજે, તે શુદ્ધ પરિણતિ કહેવાય છે. કેવળ
For Private And Personal Use Only