________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦ )
કારણુ કાર્યભાવ સમજી, દ્રવ્ય, ગુણ પર્યાય સમજી, આત્મધ્યાન કરે; આત્મામાંજ રમણતા કરે, આત્માનેજ રમતત્ત્વ સમજે; પાંચ દ્રવ્યથી ભિન્ન આત્મસ્વરૂપનું જ સ્મરણ કરે; ધર્મધ્યાનથી પોતાના આત્માની પુષ્ટિ કરે, માહ્ય વ સ્તુઓમાં વાર વાર ભટકતી ચિત્તવૃત્તિને, આત્મધ્યાનમાં વાળે રાગ દ્વેષથી પરમાં પરિણમન થતું વારીને, એક શુદ્ધ જ્યાતિમય આત્મધ્યાનમાં, લય લીનતા કરે. વિભાવ દશામાં વારંવાર થતું પરિણમન અંતર્ી વારી, આત્માના ઉપયોગ વર્તે. પુદ્ગલનાં કાર્ય તે આત્માનાં નહિ.શાતાવેદનીય અને અશા તાવેદનીયના વિપાકા ઉદયે આવે, ત્યારે અંતરથી રાગદ્વેષથી ન્યારા વર્તી વેદે શાતા અને અશાતા, તેમ કીર્તિ અને અપકીતિ, તેમજ માન અપમાનને વેદે, પણ સાક્ષીભૂત થઈને વર્ત, તેમાં પરિણમી જાય નહીં. શુભ અને અશુભવિપાકાયમાં હર્ષ વિષાદ ધારણ કરે નહીં, સમભાવે વર્તીને ઉયમાં આવતાં કર્મને ખેરવે, જેમ કેઇ લેણદાર લેણુ લેવા આવે, ત્યારે અવશ્ય આપવું પડે, તેમ કર્મના વિપાકેયમાં આવે, તે ભોગવે, પણ તેથી ખિન્ન થાય નહીં. આદયીકભાવ ભા ગવતા, પણ તેને રોગ સમાન જાણી, આત્માના ઉપયેગમાં રમણતા કરવી, તેજ ધર્મનું શ્રદ્ધાન કરે. અને એક સ્થિર ઉપયાગથી આત્મધ્યાન કરે; તે સંબધી નીચેનું પદ-
For Private And Personal Use Only