________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩ ) સદાકાળ બાહ્યાચારમાં પ્રવર્તિ, આત્મ જ્ઞાન અને આત્મ તત્ત્વ પ્રાપ્તિમાં નિમિત્તાદિક આચાર પ્રતિ લક્ષ આપે નહીં, એવા જીવના ભવ અરહદૃ ઘટિકાની પેઠે, પુનઃ પુનઃ સંસ્કૃતિમાં થયા કરે છે, માટે ભવ્ય જીવે આત્મજ્ઞાન પ્રાપ્તિ ગ્ય આચારોનું સેવન કરી, અંતર ઉપયોગ દશાની જાગૃતિ કરવા પ્રયત્ન કરો.
જે બાહ્ય વેષ માત્રથી મુકિત માની, આત્મ જ્ઞાન તથા આત્મધર્મ પ્રતિ લક્ષ આપતા નથી, તેમને શિક્ષા વચન કહે છે કે એકલે મુનિ વેષ ધારણ કરવાથી શું થાય? અંતર દશાની જાગૃતિ થવી જોઈએ. આત્માર્થ પુરૂએ આત્મ જ્ઞાનથી આત્મ સન્મુખતાને ભજવી. આત્મ સન્મુખતાથી સંવર તત્વની પ્રાપ્તિ થાય છે. ઉપશમભાવ, ક્ષપશમભાવ, અને ક્ષાયીકભાવનું આરાધન કરવા અંતર ઉપયોગ દશાનું સેવન કરવું. જે ભવ્ય મુનિ વેષ ધારણ કરી, આત્મોપગમાં વર્તે છે, તે મુનિને દ્રવ્ય વેષ ઉપગી છે. શ્રીઆનંદઘનજી મહારાજ પણ કહે છે કે
आतमज्ञानी श्रमण कहावे बीजा तो द्रव्यलिंगीरे-से વાક્યથી આત્મ જ્ઞાનેગી મુનિ કહ્યા છે. એવા આત્મ જ્ઞાની મુનિ સ્વસ્વરૂપના ભેગી બને છે. ભવ્ય જીવ તત્વ જ્ઞાનના બોધક સગુરૂનું વિશેષતઃ આલંબન કરે, તે નીચેના દુહાથી બતાવે છે.
For Private And Personal Use Only