________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૦e ) શરીર પણ એક સરખાં હોતાં નથી, અને તેમાં પણ સમયે સમયે ઉત્પાદ વ્યય થયા કરે છે. આત્માના શુભાશુભ વ્યાપાર પ્રગે, તે પણ બદલાય છે. તથા આત્માને કર્મણ અને તિજસની સાથે ભિન્ન સંબંધ કથંચિત્ માનતાં, તે બે શરીરથી પણ આત્મા છુટે થઈ મુક્તિપદ પામે છે. વ્યવહારનયની અપેક્ષાએ શરીરની સાથે આત્માને અભિન્ન સંબંધ અને નિયનયની અપેક્ષાએ ભિન્ન સંબંધ છે. આત્મા મુક્તિપદ પામે છે ત્યારે દેહસંબંધ ન્યાથી, ભિન્નભિન્ન સંબંધ પણ નષ્ટ થાય છે. મુક્તાવસ્થામાં પણ કથંચિતું નિત્યાનિત્યપણું આત્માને વિષે વર્તે છે. આત્મામાં નિત્યાનિત્યત્વ જેમ વર્તે છે, તેમ સર્વ જ્ઞાનવડે પ્રરૂપણ કરી છે. આત્મદ્રવ્ય અનંત છે. સિદ્ધ અને સંસારી એ ભેદ આત્માના છે. સંસારી જીવ પણ એકેદ્રિય, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચંદ્રિયના ભેદથી પંચ પ્રકારે છે. મિથ્યાત્વના નાશથી જીવ સમ્યકત્વ પામી થે ગુણઠાણે આવે છે, અને ચોથા ગુણઠાણાથી દેશવિરતિ પણું પંચગુણઠાણે આવે છે. તથા સર્વ વિરતિપણું પામી છઠ્ઠા ગુણઠાણે આવે છે. ત્યાંથી આગળ ચઢી આઠમા ગુણઠાણાથી ક્ષપકશ્રેણિ આહીને, બારમાના અને ઘનઘાતકર્મ અપાવી, તેરમા ગુણઠાણે જીવ ક્ષાચકભાવની નવ લબ્ધિ પામી, સયોગી પરમાત્મા બને છે. ત્યાં વેદનીય, આયુષ્ય, નામ, અને ગોત્ર, એ અઘાતીયાં
For Private And Personal Use Only