________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૭૦). સર્વ લાગણીઓમાં પ્રવર્તતી ચિત્તવૃત્તિને શાંત કરી, અચલ શ્રદ્ધાથી આત્મસ્વરૂપમાં રમણ કરજે. શરીરના અને શરીર સંબંધી અનેક ઈષ્ટ અનીષ્ટ સંગોથી થતા અનેક વિચારનાં કેકડાને ભૂલી જઈ, કેવલ આત્મસ્વરૂપને જ વિચાર હૃદયમાં સમરણ કર્યા કરજે. બાહ્યભાવનું અહંવૃત્તિનું અભિમાન ભૂલાવી દેઈ, આત્મસ્વરૂપમાં એકાકાર થવાને અભ્યાસ સેવ્યા કરશે. આ સબલ આશ્રય પિતાની પાસે છતાં કયાં અન્યત્ર શોધવા પ્રયત્ન કરે છે ? સર્વતઃ કેવળ શુદ્ધઆત્મસ્વરૂપમાં અનન્યપ્રેમભાવથી નિષ્ટા રાખે. તમે પોતાની શકિતને પ્રાદુર્ભાવ સ્વયમેવ કરશે. આત્માની શુદ્ધપરિણતિ જાગૃતિ પામે, એવા વિચાર અહર્નિશ કરજે. કારણકે વિચારમાં અપારબળ રહ્યું છે. શુદ્ધઆત્મસ્વરૂપની પ્રાપ્તિવિના નકામા વિચારને હદયમાં પ્રવેશ થવા દેશે નહીં. રાગના, દ્વેષના, ઈર્થના, અદેખાઈના, કપટના, સ્વાર્થના વિચારને આજ દિન સુધી કરી તમે હદયને અપવિત્ર બનાવી દીધું છે. હવે તમે ખરાબ વિચારને દૂર કરે. તમારા હદયને તમે પોતાની મેળે દુષ્ટવાસનાઓથી ભરી દીધું છે. તમારા એવા અપવિત્ર હૃદયમાં આમપ્રભુનો વાસ થવાની આશા નથી. સ્વ અને પરની દયારૂપ જલથી મંદિરને સ્નાન કરાવી નિમૈલ કરે. અને વૈર ઝેર સ્વાર્થને નાશ અને વૈરાગ્યરૂપ
For Private And Personal Use Only