________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૧
આત્મદર્શન ગીતા
અથ–જે જે રૂપી પદાર્થો છે તે ઈન્દ્રિયો વડે તેના આકારોને ગુણ પર્યાયની મારફતે દેખી જાણી શકાય છે. પણ આમા તેથી અગ્રાહ્ય છે મનથી પણ અગ્રાહ્ય છે.
વિવેચન –જગતમાં જે જે પદાર્થો છે તે સર્વ જાણવા દેખવા એગ્ય છે. પણ તે જાણવા દેખવાનું કાર્ય એક આત્માઓને સમુદાય જ ગ્યતા ધરાવે છે. કારણ કે તે ચૈતન્ય રૂપ જ્ઞાન દર્શન શકિતને સ્વામિ છે. એથી અન્ય જડ પદાર્થોમાં તેવી દેખવા જાણવાની શક્તિ નથી. હવે તે જડ ચૈતન્ય પદાર્થોમાંથી જે જડ પદાર્થોમાં જે રૂપી છે તે પુદ્ગલ પદાર્થ જ છે. તેમાં રૂપ રસગંધ સ્પર્શ શબ્દ એ પાંચ જડના ગુણે હોવાથી તે દ્વારા પુદ્ગલના સમુહને તે તે શક્તિવાળી ઈદ્રિના સાધન વડે આત્મા જાણું દેખી શકે છે કારણ કે ઇન્દ્રિયે તથા મનની શક્તિ રૂપી પદાર્થોને ગ્રહણ કરવાની છે તેથી તે સંબંધી ઇંદ્રિય અને મને જ્ઞાનાવરણીય પ્રકૃતિઓને જેટલા અંશે ક્ષયે ભાવ પ્રગટે છે તેટલા પ્રમાણમાં તે ઈન્દ્રિયો વડે આત્મા જાણવાની શક્તિ ધરાવે છે. તેથી અન્ય અરૂપી પદાર્થો જાણવા દેખવાની શકિત ઈન્દ્રિય તથા મનની નથી હોતી.
આકાશ કાલ ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય અને આત્મા ઈન્દ્રિય અને મનોજ્ઞાનવડે જાણી જોઈ શકાતા નથી એટલે આત્મા અરૂપી હોવાથી ઇન્દ્રિય અને મનથી પ્રત્યક્ષ થાય તેવો નથી ૩૪
For Private And Personal Use Only