________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મદર્શન ગીતા
૩૪૫ અર્થ:-આત્મગષક સજજનોએ આત્માના સામર્થ્ય પર્યા વડે આત્માનું તત્વ જાણવું જોઈએ. અને બુદ્ધિમાનેએ અનેકાન્ત વિગેરે જુદી જુદી આઠ બાબતે વડે. આત્માના ધર્મોને અભ્યાસ કરવે જોઈએ.
નય અને પ્રમાણથી સમ્યગ જ્ઞાન થાય છે:– नयभंगप्रमाणैश्च सम्यग्ज्ञानं प्रजायते । सम्यक्त्वं द्रव्यमावाभ्यां सम्यक्चारित्रसंस्थितिः ॥१७॥
અર્થ : નય. સપ્તભંગી અને પ્રમાણુવકે સમ્યગજ્ઞાન થાય છે. તમામ પદાર્થોને દ્રવ્યભાવની જાણુતાથી સમ્યક્ત્વ અને તેથી સમ્યક ચારિત્રની પ્રાપ્તિ થાય છે.
વિવેચનઃ વસ્તુનું સાચું જ્ઞાન પ્રમાણ નય અને સપ્તભંગી દ્વારા થાય છે. સ્વ અને પરને નિર્ણય કરનારૂં જ્ઞાન તે પ્રમાણ છે. અને પદાર્થમાં રહેલા અનેક ધર્મોમાં કઈને પણ અપલાપ કર્યા વિના જુદી જુદી દષ્ટિએ મૂખ્યતા રાખી એક અંશને પ્રતિપાદન કરનાર તે નય છે. આ નય અને પ્રમાણ બન્નેની શરત રાહત અને અવાજના પરાવર્તનથી સપ્તભંગી થાય છે. આ ત્રણે વસ્તુ પદાર્થને સમ્યગૂ બેધ કરાવવામાં અતિ ઉપગી છે. અને આ રીતે પદાર્થનું સાચું જ્ઞાન તેજ સમ્યક્ત્વ છે. અને થયેલ શુદ્ધ સમ્યક્ત્વ જ સમ્મચારિત્ર અપાવી શકે છે.
અપ્રમત્તદશાથી સહજાનંદ મળે છે – अप्रमत्तदशां प्राप्य, सहजानन्दस्य भोक्तृत्ता । ध्यानिनः संभवेनित्यं, सम्यगू जानाति योगिराट् ।।१७६।।
For Private And Personal Use Only