________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬
આ. દ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત
તેમનામાં થી જુદાઈ છે અને ક્યાં એકત્વતા (સમાનતા) છે? તેને તે ધ્યાનથી વિચાર કરતે પિતાનું સત્તાએ પરમાત્મ સ્વરૂપ છે તેનો જ્ઞાતા થાય છે. ત્યારપછી કમમલ દૂર કરવાથી પરમાત્મત્વ પ્રાપ્ત થાય છે તેથી તે “તત્વમસિ” જે પરમ સુદ્ધ પરમાત્મ સ્વરૂપ છે તે તું જ છે.. એવા અર્થમય તત્વમસિમંત્રનું ધ્યાન કરતે રાગદ્વેષને સમૂલ ક્ષય કરીને પરમાત્મ સ્વરૂપ થવાનું જ મારું સ્વરૂપ છે માટે તે અર્થે પુરૂષાર્થ કર જોઈએ છે ૧૫૭ ॐ सोऽहं ब्रह्माजापेन, सर्वकर्मविलीयते; स्वात्मपरात्मनोरक्यं, तस्मिन् दृष्टे परात्मनि. ॥१५८ ॥
અથ –સહં બ્રહ્નારૂપ મંત્ર જાપ કરવાથી સર્વે કર્મો વિનાશ પામે તેમ જ પરમાત્મા અને આપણું આત્માનું અકય થાય છે. એટલે પરમાત્માના સ્વરૂપને જોતાં આત્મા તેમાં લય થાય છે. તે ૧૫૮ છે.
વિવેચન :-- રૂપ મંત્રમાં અરિહંત, સિદ્ધ. આચાર્ય ઉપાધ્યાય સર્વ સાધુ સ્વરૂપ પાંચ પરમેષ્ઠિને આ વારમાં સ્મરણ કરાવે છે. “ડ” તે જ હું છું એટલે પરમ શુદ્ધ બ્રહ્મ પરમાત્મા જે સમાન હું સત્તામાં છું તે જ હું છું. આ જાપ કરતાં સવ સ્વરૂપનું ભાન થાય છે. અને આત્મ વીર્યના ઉ૯લાસથી સર્વ માહ આદિ કર્મોની પ્રકૃતિઓ ક્ષય કરીને આત્મા પરમાત્માનું અકય સાધે છે. એટલે પરમાત્મ સ્વરૂપનું દર્શન થતાં તેમાં તાદામ્ય ભાવે લીનતા આવતાં અભેદભાવે પરમાત્માના સ્વરૂપને આત્મા પ્રાપ્ત કરે છે.
For Private And Personal Use Only