________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૪
આ. ઋદ્ધિસાગરસૂરિ કૃત વિવેચન સહિત તે વાતને સિદ્ધ કરતા પૂજ્ય ગુરૂદેવ જણાવે છે કેउपादानान्न भिन्नहि, कार्य जगति दृश्यते, उपादानादभिन्नं तत्, प्रभुरुपं जगत् सदा. ॥५४॥
અથ–જે જે કાર્યોમાં જે ઉપાદાન કારણ હોય તે કાર્યથી અભિન્ન જ હોય છે અને જે પ્રભુ જગત્ કાર્યમાં ઉપાદાન હોય તે પ્રભુથી જગત સદા અભિન્ન જ હોય
વિવેચન –જગતમાં જે જે કાર્યો થાય છે. તેમાં બે પ્રકારના કારણે અનુભવાય છે. તેમાં એક આવશ્યક કારણું ઉપાદાન કારણું કહેવાય છે. જેના અભાવમાં કાર્યને જ અભાવ હોય તે ઉપાદાન કારણ જાણવાં. ઘટમાં માટી-પિંડ તાસક વિગેરે પરંપરાથી જે કાર્યો થાય છે તે માટીથી માંડીને સર્વ ઘટ પૂર્વના કાર્યો ઘટના ઉપાદાન કારણ જાણવા. અને કુંભાર ચકચિવર વિગેરે નિમિત્તે કારણે જાણવા. જે કારણે કાર્ય બનવામાં સહકાર આપતા હોય તેઓને નિમિત્ત કારણું કહેવાય છે.
હવે જ્યારે પ્રભુ વ્યાપક હાવા સાથે જગત્ જંતુના ઉપાદાન કારણ થતા હોવાથી જગતથી અભિન્ન સિદ્ધ થયા એટલે જગત અને પ્રભુ ઉપાદેય ઉપાદાન રૂપે અભેદ એક મનાયા. એમ એકાંત અભેદ માનતાં કયા વાંધા આવે છે તે વિચારશે! જો એમ હોય તે પ્રભુના ઉપાદેય રૂપ કાર્યો જીવ રૂપે હોય તે સર્વ જી સદા પ્રભુ સમાન અવસ્થાએ પરમાનંદ ભેગવનારા અજર અમર જન્મ મરણ વિનાના
For Private And Personal Use Only