________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૮
આ. ઋદ્ધિસાગરસૂરિ કૃત વિવેચન સહિત મેહ, કામ, ક્રોધ, રાગ દ્વેષને મનવચન કાયાથી દુર કરીને સદા આત્મ સ્વરૂપને શાસ્ત્રવડે અનુભવ કરીને શુદ્ધાત્મસ્વરૂપમાં એકાગ્રતાપૂર્વક સ્થિરભાવે દષ્ટિ કરવી. કહ્યું છે કે अस्मिन् हृदयस्थे तिष्ठति, तत्त्वतो मुनीन्द्र इति ॥ हृदयस्थिते च तस्मिन्, नियमात्सर्वार्थसिद्धिः स्यात् ॥१॥
(સિદ્ધસેન દિવાકર )
અર્થ-જે પરમાત્માના ઉપદેશ કરાયેલા શાસ્ત્ર આગમને અનુભવ પૂર્વક હદયમાં સ્થિર કર્યા હોય તેમણે પરમાત્માને પિતાના હૃદયમાં અવશ્ય સ્થિર કરેલા છે. તેમ સમજવું. અને જે પરમાત્માને સમ્યગૂ જ્ઞાન અનુભવ પૂર્વક હૃદયમાં સ્થિર કરે છે તે મહાત્મા સર્વાર્થને સિદ્ધ કરે છે એટલા માટે આત્મ સ્વરૂપમાં દષ્ટિ રાખવી. અને સમ્યગૂ આત્મતત્તવનું ધ્યાન કરવું. ૪૭
નયથી પણ આત્મબંધ થાય છે તે જણાવે છે. द्रव्याथिकनयं श्रित्वा, नित्यात्मा कथ्यते जिनः पर्यायार्थिकतोऽनित्य, आत्मा ज्ञेयो विचक्षणैः ॥४८॥
અર્થ – દ્રવ્યાર્થિક નયનું આલંબન કરીને આત્મા નિત્ય છે. અને પર્યાયાર્થિકનયનું અવલંબન કરીને અનિત્ય આત્માને જાણ. એમ જ્ઞાન વિચક્ષણ કહે છે. ૪૮ છે
વિવેચના-આત્મદર્શન માટે અનેક દર્શનના પંડિત જુદી જુદી વાત કહે છે. કે આત્માને નિત્ય કઈ અનિત્ય એમ જુદી જુદી રીતે પ્રતિપાદન કરે છે. જેમકે
For Private And Personal Use Only