________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભવિષ્યવાણું એક દિન એ આવશે, એક દિન એ આવશે, મહાવીરના શબ્દો વડે, સ્વાતંત્ર્ય જગમાં થાવશે.
એક દિન. ૧ સહુ દેશમાં સ્વાતંત્ર્યનાં, શુભ દિવ્ય વાદ્ય વાગશે, બહુ જ્ઞાનવીર કર્મવીરે, જાગી અન્ય જગાવશે.
.એક દિન ૨ અવતારી વીરે અવતરી, કર્તવ્ય નિજ બજાવશે; અણુ લુહી સૌ જીવનાં, શાન્તિ ભલી પ્રસરાવશે.
એક દિન. ૩ સહ દેશમાં સૌ વર્ણમાં, જ્ઞાનીજને બહુ ફાવશે, ઉદ્ધાર કરશે દુઃખીને, કરૂણ ઘણું મન લાવશે.
એક દિન. ૪ સાયન્સની વિદ્યા વડે, શોધે ઘણી જ ચલાવશે, જે ગુપ્ત તે જાહેરમાં, અદ્ભુત વાત જણાવશે.
.એક દિન૫ રાજા સકલ માનવ થશે, રાજા ન અન્ય કહાવશે; હુન્નર કળા સામ્રાજ્યનું, બહુ જોર લેક ધરાવશે.
..એક દિન. ૬ એક ખંડ બીજા ખંડની, ખબર ઘડીમાં આવશે, ઘરમાં રહ્યાં વાતે થશે, પર ખંડ ઘર સમ થાવશે.
એક ન્યાય સવે ખંડમાં, સ્વાતંત્ર્યતામાં થાવશે બુધ્ય પ્રભુ મહાવીરનાં, તો જગમાં વ્યાપશે.
એક દિન ૮ (સં. ૧૯૬૭માં લખાયું)
For Private And Personal Use Only