________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૪
આંતર જ્યોતિ ભવોભવને રઝળપાટ વિષય-કષાયના દુશ્મનને જેર કરવા, મહાપુણ્ય તમને આ માનવભવ મળે છે. આ ભવમાં જ તેઓને દૂર કરવા પ્રયત્ન નહિ કરે તે સંસારની રખડપટ્ટીને અંત આવશે નહિ. આ રખડપટ્ટીને દૂર કરવા અનંતજ્ઞાનીઓએ જે ઉપાય બતાવેલા છે તેને જે ઉપાય લેવામાં આવે તે નિરાંતની ઉંઘ લઈ શકાય.
તમે આવી નિરાંતની ઊંઘ લેવા માટે પ્રયત્ન કરી રહ્યા છે કે ચારગતિમાં ભમવા ખાતર ? તમે જે ચાર ગતિમાં રખડવાથી થાકી ગયા છે તે વ્યવહારિક કાર્યમાં ધર્મને આગળ ધરે. તેથી જ કંઈક આરામ મળશે, નહિતર શેક સંતાપ વગેરે થવાના.
સુખી થવાની સાદી રીત સંસારની હેરીને સત્ય માનનાર કહેવાતા ડાહ્યા મનુષ્ય એમ કહેતા હોય છે કે જે ગાળે બેલે તેને સામી ગાળે આપવી, કડવા વચને કહે તે ક્ષમા આપવી નહિ, પણ સામા કડવા વચન કહેવા, એક મારે તે આપણે બે મારવી. અમે આવું ન કરીએ તે જીવી શકીએ નહિ–આ મુજબ જીવન જીવનાર શું સાચી શાંતિ મેળવી શકે ખરો? ના. નહિ જ.
આ માટે તે અપશબ્દ બોલનાર સામે મૌન ધારણ કરવું, મારે તે સહન કરવું ને તેને ક્ષમા આપવી. જીવનમાં સુખ-શાંતિ લાવવા માટે આ ઉપાયે સત્ય શિવંકર અને સુખદાયી છે.
For Private And Personal Use Only