________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીર્તિ સાગરિ રચિત મેળવવાની ખાસ જરૂર છે અને તે ખાટી સામગ્રીને ત્યાગ કર્યા સિવાય ચિન્તાઓ સંતાપ પરિતા પાકિને હઠાવે એવી સામગ્રી મળતી નથી. માટે પ્રથમ દુન્યવી વસ્તુઓની મમતાને ત્યાગ કરી મનવચન અને કાયાને સ્થિર કરે એવા સાધને મેળવે. સ્થિરતા કર્યા વિના ચંચલતા, ચિન્તા, વલોપાતપરિતાપાદિ કદાપિ ટળશે નહી. માટે, ચંદનમલયાગિરીરાજારાણની માફક વર્તન રાખી સુખી થવા માટે પ્રયાસ કરા સંસારમાં સંગ–વિયેગ-ભરતી ઓટ તે વારેવારે થયા કરવાને જ માટે તેથી ગભરાવું તે બાલીશતા છે. ૧૦૩ આકર્ષણ બે પ્રકારે છે એક સ્નેહરાગનું અને બીજુ કામરાગનું, આ બે રાગના કરતાં પણ
દૃષ્ટિરાગનું આકર્ષણ જુદા પ્રકારનું છે
આવા આકર્ષણમાં સાંસારિક પ્રાણએ એવા મુગ્ધ બન્યા છે કે પિતાના આત્માની સ્થિતિ કેવા પ્રકારની છે તેને તેમને ખ્યાલ રહ્યો નથી. કેટલાક સંપત્તિ-સાહ્યાબીના આકર્ષણથી શત્રુઓની સાથે પણ સંબંધને બાંધવા તત્પર બને છે. તેઓની અનુકુળતા મુજબ વર્તન રાખે છે તથા સામાન્ય સ્થિતિવાળા ધાર્મિક સ્વજનવગને ત્યાગ કરી તેઓની આજ્ઞાને ઉઠાવવા ખડે પગે તૈયાર રહે છે. તથા કેટલાક કામરાગમાં એટલા ફસાઈ પડેલા હોય છે કે બલ-બુદ્ધિ અને સત્તા વિગેરે વૃથા વેડફી રહેલ છે. તેનું ભાન તેઓને રહેતું નથી, તેથી પાયમાલ બનીને અસહા સંકટમાં જઈ પડે છે. તથા દણિરાગમાં ઘેરાએલ મનુણેને સત્ય ધમની સમજણ પડતી નથી. તેથી આડા અવળ પરિભ્રમણ કરીને
For Private And Personal Use Only