________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૫ એક પણ ધન્વતી વૈવ નથી, અને આતરિક ઉડા રહેલા નિસાસાને તેમજ શોક-પરિતાપને શાંત કરનાર, આ સિવાય અન્ય દવા નથી.
૬૪૩. મનુષ્ય જ્યાં સુધી હલકા વિચારેનું સેવન કરતાં અટકશે નહી, ત્યાં સુધી તેના લેહીમાં રહેલી અપવિત્રતા અને ઝેરી અસર ચાલુ રહેશે, તેથી તે અસર, વિચારોના વેગથી શારીરિક વ્યાધિ ઉત્પન્ન કરે છે તેમજ તેથી માનવીઓ, ધારેલું કાર્ય કરવા અશક્તિ બતાવે છે. હૃદય શુદ્ધ રાખવાથી એટલે મલિન વિચારને દેશવટો આપવાથી શરીર તેમજ જીવન નિર્મલ બની અચિત્ય લાભ લઈ શકાય છે. વિચાર, એ કાર્ય અને જીવનશક્તિને કરે છે. એ ઝરાને વિશુદ્ધ રાખવાથી માનસિક અને આત્મિક શક્તિને સારી રીતે વિકાસ થાય છે. રસાયણનું સેવન કરવાથી શારીરિક શક્તિ વધે છે અને શારીરિક શક્તિના આધારે માનસિક શક્તિ દઢ થાય છે; પરંતુ જે વિચારની નિર્મલતા હશે નહી તે તે શક્તિઓને ઓછી થતાં વિલંબ નહી થાય એટલે રસાયનની સાથે હૃદયશુદ્ધિની-શુભ વિચારની ખાસ જરૂર રહેલ છે. માત્ર ખેરાકમાં જ પરિવર્તન કરવાથી વિચારોનું પરિવર્તન થશે એવી આશા કરવી તે અસ્થાને છે. ખરી રીતે તે ખાનપાનની સાથે વિચારમાં પરિવર્તનની અગત્યતા રહેલી છે, માત્ર ખેરાકમાં પરિવર્તન માનનારના વિચારે તપાસીએ તે માલૂમ પડશે કે, આ તે દાનવ કે માનવી
૬૪૪. સમાધના વિવારેકને કેળા સદ્દગુણોની મહત્તા,
For Private And Personal Use Only