________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪૫ શક્તિમાં કેટલા આગળ વધ્યા વત-નિયમની કેટલી આરાધના કરી? અને સાધુના કેવા વિચાર-આચારમાં છીએ? આ પ્રમાણે વિચારતાં સ્વસ્થિતિનું ભાન થશે. આગળ વધેલ નહી છે તે આગળ વધવાની વૃત્તિ જાગશે. વિચાર અને વિવેક વિના કદાપિ આગળ વધાતું નથી. તમે વિચાર અને વિવેક કરતા તે હશે અને તે પૂર્વક કાર્યો કરતા હશે જ પણ વિષય-કષાયના વિકારે અને વિચારોને ત્યાગ કરવાને વિચાર અને વિવેક કર્યો?
દર૯ જેના હૃદયમાં કરુણુ ભાવ રહેલ હોય છે તે જીવાતમાં ગમે તેવી વિપત્તિઓના પ્રસંગે તેમજ સંક્ટના સમયે દયાને વિસરતા નથી. પિતાનાથી બનતે ઉપકાર કરી, વિડંબના-વિપત્તિમાંથી અન્ય પ્રાણીઓને બચાવી રક્ષણ કરે છે પણ કાયરતા ધારણ કરીને ખસી જતા નથી. તેમાં જ તેની શુરવીરતા છે.
૬૩૦ બીજાઓ પર જોરજુલમ કરવાથી સુખ મળતું નથી. અજ્ઞાનતાથી માણસે એમ સમજે છે કે પ્રાણીએને દબાવી-રીબાવી અને મારી તથા તેમની પાસેથી જેરજુલમથી અગર કપટ કલા વાપરી સ્વાર્થ સાધી લે, એમાં શિયારી છે. આ તેમનું મન્તવ્ય તદન અધમ કેટીનું છે, જેના સહકારથી આપણે સુખી રહીએ છીએ, તેનો નાશ કરવામાં અગર દબાવી રીબાવીને મારી નાંખવામાં તેઓને સહકાર જ્યાંથી મલે હરગીજ મળે નહી. એક બીજાના સહકાર મેગે આપણું જીવન સુખેથી પસાર થાય છે. જે સહકાર હાય નહી તે ક્ષણભર આપણે જીવી શકીએ નહી..
For Private And Personal Use Only