________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આવી લયસમાધિ એ મેટામાં મોટો ચમત્કાર છે. આવી લયસમાધિ એ વીરપ્રભુના હૃદય સુખની વાનગી છે. આવી લયસમાધિ એ શબ્દવિનાનું દિવ્ય પુસ્તક છે. આવી લયસમાધિ એજ આત્મામાં રહેલું અમૃત છે. લયસમાધિમાં જે છે તે પોતે જ છે; બાકીનું બીજું કંઈ નથી. સ્વમદશામાં ખરેખર શૂન્યભાવ થાય છે, અને જાગ્રત અને વસ્થામાં જાગ્યા પશ્ચાત્ પંચેન્દ્રિયોના સ્વ સ્વ વિષયનું ગ્રહણ થાય છે.
આ બે દશાને ઓળંગીને લયાવસ્થામાં આનન્દમય તત્વ રહેલું છે. લયાવસ્થાને શ્રીમને અનુભવ થાય છે, તેથી તે શ્લોકમાં સ્વાનુભવ ઉભરાઓ કાઢીને લેકોનું ધ્યાન ખેંચવા નીચે પ્રમાણે કહે છે.
कर्माण्यपिदुःखकृते निष्कर्मत्वंसुखायविदितं तु न ततःप्रयतेतकथं निष्कर्मवेसुलभमोक्षे ॥ ५० ॥
(યો રાન્ન.) કર્મો દુઃખને માટે છે અને નિષ્કર્મપણું એ સુખને માટે છે, એમ તમે જાણ્યું તે નિષ્કર્મસાધ્ય સુલભ મેક્ષના અર્થ શા માટે હે જગતના છે ! તમે પ્રયત્ન કરતા નથી? શ્રીમદ્ કલિકાલ સર્વ શ્રી હેમચંદ્રપ્રભુએ જીગરથી આ ઉપદેશ જગતના લોકોને દીધો છે. જે જે અંશે પરભાવયિારહિત થવું તે તે અંશે મોક્ષ છે. જે જે અંશે વાસનાથી રહિત થવું તે તે અંશે મિક્ષ છે. એક હાથને ઘણું દોરડીએ વીંટવામાં આવી હોય, તેમાંથી જેટલી દેરડીઓ ખસેડવામાં આવે તેટલી દેરડીઓથી હાથ મુક્ત થએલો ગણી શકાય છે. જે જે અંશે કર્મની ક્રિયાઓથી મુક્ત થવાય, અર્થાત્ કર્મની ક્રિયાથી નિષ્કર્મ થવાય તે તે અંશે આત્માની મુક્તિ થાય છે. ચાલતો, હાલતે, અને દેડતો જીવ, સમયે સમયે સાત વા આઠ કર્મ બાંધે છે. માટે મન, વાણી અને કાયાને યોગની ક્રિયાઓથી રહિત થવાય તો આત્માની મુક્તતા ખીલતી જાય અને સંપૂર્ણ કર્મને ક્ષય થયે છતે, આત્મા સંપૂર્ણ મુક્ત થઈ સિદ્ધશિલાની ઉપર સિદ્ધ બુદ્ધ પરમાત્મા તરીકે વિરાજમાન થાય. નિષ્ક્રિયાવસ્થાથી સુખે લભ્ય મોક્ષ છે. લયાવસ્થામાં આ બાબતનો અનુભવ આવે છે અને તેથી નિયિાવસ્થા પ્રાપ્ત કરવા પ્રયત્ન થાય છે. નિકિયાવસ્થામાં સત્ય સુખને સાગર પ્રગટે છે. નિકિયાવસ્થાથી આનંદ ખુમારી જેણે ચાખી છે, તે જ નિદિયરૂપ પોતાનું શુદ્ધસ્વરૂપે પ્રગટ કરવા–લયસમાધિની અવસ્થામાં રહેવા-પ્રયત કરે છે, ઉન્મનીભાવથી લયાવસ્થા સાધ્ય થાય છે. લયાવસ્થાથી
ભ, ઉ. ૧૩
For Private And Personal Use Only