________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯ ) કરે છે અને આત્મા પોતે અનન્ત ગુણ વિશુદ્ધ અધ્યવસાયને ધારણ કરે છે. જેમ જેમ રાગદ્દેશાત્મક મન મરતું જાય છે અને આત્માના શુદ્ધ અધ્યવસાય થતા જાય છે તેમ તેમ આત્માનું સુખ પ્રગટ કરે છે; તેને અનુભવ આત્મા પોતે જાણી શકે, અન્યોને તે દશાની પ્રાપ્તિવિના ક્યાંથી અનુભવ આવી શકે? લયાવસ્થામાં રહેલા યોગીઓ જાગતા પણ નથી અને ઉંઘતા પણ નથી એવી, લયાવસ્થાની દિશા રહે છે, તેને આચાર્ય હેમચંદ્ર પ્રભુ જણાવે છે –
जागरणस्वमजुषो जगतीतलवर्तिनःसदालोकाः । तत्वविदोलयमग्ना नोजाग्रतिशेरतेनाऽपि ॥ ४८॥ भवतिखलुशून्यभावः स्वप्नेविषयग्रहश्चजागरणे । एतद्वितीयमतीत्यानन्दमयमवस्थितंतत्त्वम् ॥ ४९ ॥
(ચોરાત્રિ.) આ પૃથ્વી ઉપર વર્તનારા લેકે સદા જાગ્રત્ અને સ્વાવસ્થાવાળા હોય છે. પણ તત્ત્વજ્ઞો-લયમાં મગ્ન થએલા યોગીઓ, જાગતા પણ નથી અને સ્વ દશાવાળા થતા પણ નથી. જાગવું અને તેને અનુભવ તે જાગનારા અને ઉંઘનારા સર્વ લેકેને હોય છે, પણું જાગવાની અને સર્વદા ઉંઘવાની અવસ્થાથી ભિન્ન એવી લયસમાધિની અવસ્થાનો અનુભવ તો કઈક ગીઓ કરી શકે છે. જાગવા અને ઉંઘવાની અવસ્થાના ખરા સુખને અનુભવ થતો નથી. જાગવાની અને સ્વમની દશા તો વારાફરતી આવ્યા કરે છે. જાગવા ઉપર રૂચિ થાય છે અને અરૂચિ પણ થાય છે. સ્વમ ઉપર રૂચિ થાય છે અને અરૂચિ પણ થાય છે. જાગ્રત અને સ્વમ દશા કરતાં ભિન્ન એવી લયસમાધિની દિશામાં રહેવાથી જે સુખ થાય છે તેની રૂચિ કદાપિ ટળતી નથી. કહ્યું છે કે, “વાગેલ હોય તે જાણે ભાઈ વાગેલ હોય તે જાણે.” લયસમાધિમાં આત્માના સહજ સુખને સાગર પ્રગટે છે–ત્યાં દુઃખનું પણું સ્વમ આવતું નથી. શરીર છુટે ના રહે તેની પણ પરવા રહેતી નથી. એ સુખને અનુભવ સ્વાદ લીધા પશ્ચાત્ સંસાર છુટે છે તેને કઈ પણ બાંધી શકતું નથી. એ લયસમાધિની અવસ્થામાં રહેનાર આત્મારૂપ શહેનશાહ અલખ પુરૂષ ગણાય છે. એ દશામાં રહેનારને આત્માનું ખરું સ્વરૂપ અનુભવાય છે. મેહની સર્વ પ્રકૃતિ શાન્ત થઈ હોય તે અવસ્થામાં મેહના અભાવે આત્માનું સુખ આત્માને વેદાય એમાં કાંઈ પણ આશ્ચર્ય નથી. ત્યાં જ્ઞાતિ નથી, જાતિ નથી, વેદ નથી, હું નથી, કે તું નથી, ત્યાં જે છે તે આનંદજ છે. આનંદ આનન્દમય પોતે પિતાને અનુભવે છે. આવી લયરસમાધિ એ સહજ સુખલબ્ધિ છે,
For Private And Personal Use Only