________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૭ ) સ્થિતિ, ઉત્તમ દશા પ્રાપ્ત થતાં બનવા છે. શંખ, પંચવર્ણી માટી ખાય છે તે પણ પરિણમનશક્તિ પ્રભાવે તે પંચવણું માટી ઉજવલપણે પરિણમે છે, એ પ્રમાણે ઉન્મનીભાવને પામેલા જ્ઞાનીઓ માટે અવધવું. ઉન્મનીભાવને પામેલા જ્ઞાનીઓ ઇન્દ્રિયો દ્વારા પદાર્થો ગ્રહણ કરવા આસક્તિ ધારણ કરતા નથી. ઈન્દ્રિય દ્વારા ઇષ્ટાનિષ્ટ વિષના સંબંધમાં આવતાં હર્ષ વા શેથી રહિત થઈને, તેઓ સામ્યભાવે રહે છે અને શુદ્ધ અધ્યવસાયને ધારણ કરે છે. આવી દશામાં તેઓ રહે છે ત્યારે તેમને આત્મતત્વનો સાક્ષાત્કાર થાય છે. શ્રીમદ્ કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્ર પ્રભુ આ સંબંધમાં યોગશાસ્ત્રમાં જણાવે છે કે,
गृहूति ग्राह्याणि स्वानि स्वानींद्रियाणि नोरुध्यात् । न खलु प्रवर्तयेद्वा प्रकाशते तत्त्वमचिरेण ॥ २६ ॥
(યોજાન્ન.) પિોતપોતાના વિષયોને ગ્રહણ કરતી એવી ઇન્દ્રિયોને ન રેકવી, વા તેમને ન પ્રવર્તાવવી. (પતે તટસ્થ દૃષ્ટા તરીકે સામ્યભાવે દેખ્યા કરવું ) આવી સ્થિતિમાં રહેતાં અલ્પકાળમાં તપ્રકાશ, અથૉત્ આત્મતત્ત્વને સાક્ષાત્કાર અનુભવ થાય છે. મન સંબધી નીચે પ્રમાણે તેઓશ્રી જણાવે છે.
चेतोऽपि यत्रयन्त्र प्रवर्तते नो ततस्ततो वार्य । अधिकीभवति वारितमवारितं शान्तिमुपयाति ॥ २७ ॥ मदमत्तोहिनागो वार्यमाणोप्यधिकीभवति यद्वत् । । अनिवारितस्तु कामां लब्ध्वा शाम्यति मनस्तद्वत् ॥ २८ ॥
(યોગરાત્રિ.) મન પણ જ્યાં જ્યાં વિષયોમાં પ્રવર્તતું હોય તે તે ઠેકાણેથી તેને પાછું વાળવું નહિ, કારણ કે તે તે વિષયોમાંથી વારવા માંડેલું ચિત્ત પિતે તેમાં અધિક પ્રવૃત્તિ કરે છે, અને તેને નહિ વારવાથી પિતાની મેળે શાન્ત થઈ જાય છે. જેમ મદોન્મત્ત હાથીને વારવા જતાં તેમાં તે વિશેષ પ્રેરાય છે, અને જ્યારે તે નાગને રોકવામાં નથી આવતે ત્યારે તે પિતાની મેળે વિષયને પામી શાંત બને છે, તેમ મનને પણ વિષયોથી પાછું હઠાવતાં તેમાં અધિક પ્રવૃત્તિ કરે છે અને ન વારવાથી પિતાની મેળે અને થાકીને શાંત બને છે.
આ ત્રણ લેકનો ભાવાર્થ અતિ ગંભીર અને ગુહ્ય છે. સામાન્ય બાળજીવોને અધિકાર આમાં નથી, તેમજ આ ત્રણે લોકોને સંબધ
For Private And Personal Use Only