________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(પ૪૨) પ્રભુવિના તેઓ અન્ય કુ દેવને નહીં થાવવાની પ્રતિજ્ઞા કરે છે. પરમાત્માની શુદ્ધ વ્યક્તિની અત્યંત પાસે–નજીક ગમન કરીને, પાપ્રભુના ગુણેમાં તલ્લીન બનીને પોતાના આત્માને આનંદ આપે છે;વીતરાગ સર્વજ્ઞ પાર્થપ્રભુના ધ્યાનમાં ઐક્ય અનુભવે છે અને પરમાત્માના આલંબનવડે પિતાના આત્માની શુદ્ધિ કરે છે; તેથી તેમની ભક્તિનું આપણે અનુકરણ કરવું જોઈએ. પરમાતમાની નવધા ભક્તિ કરવાથી ભક્ત પતે પરમાત્મારૂપ બને છે. જ્ઞાનગર્ભિત ભક્તિથી આતમામાં આનન્દ રસની પરિણતિ પ્રગટે છે અને તેથી આત્માને ભક્તિરસના સુખને અનુભવ આવે છે. કલિકાલમાં ભક્તિનું મેટું આલંબન છે. ભક્તિગના યોગીઓ શરીરાદિના મમત્વથી દૂર રહે છે અને તે બાહ્ય ધનનો નાશ થતાં કદાપિ ચિન્તા કરતા નથી. ભક્તિરસમાં રસીક ભક્ત, ખરેખર મુખપર આનન્દજૂર વર્ષોથી શકે છે. શ્રીમદ્દ જ્ઞાનગી અને ભક્તિયોગી હતા; તેઓના આત્માની અત્યંત ઉજલતા હતી. તેથી પરમાત્માની સ્તુતિ કરવામાં તલ્લીન બનીને તેઓ બાહ્ય દુનિયાનું ભાન ભૂલી જાય છે. વાચકેએ શ્રીમદ્ આનન્દઘનના હદયની ભક્તિનો ખ્યાલ કરીને ભક્તિરસના રસીલા બનવું જોઈએ. અધ્યાત્મજ્ઞાન પામીને જેઓ પ્રભુભક્તિરસમાં રસીલા બને છે તેઓને હદયમાં પરમાત્મારૂપ દયેયની સ્થિરતા થવાથી, તેઓ પરમાત્માના સુખની વાનગીનો અનુભવ કરે છે. મનુ પાશ્વનાથનું ધ્યાન ધરવાથી આભવમાં અને પરભવમાં મંગલમાલા પામે છે. આ કાલમાં પાર્શ્વનાથના શાસન દેવતાઓનો મહિમા જાગ્રત છે. પાશ્વનાથનું અન્ય મંગલ કરવાથી લેખક, વાચક અને શ્રોતાઓના ઘરમાં આનંદ મંગલ વર્તે છે; તે પ્રમાણે સર્વને આનંદ મંગલ પ્રાપ્ત થાઓ! આનન્દઘનના આત્માની પેઠે સર્વના આત્માઓ ઉચ્ચ દશાને પામ !
વ્યવહારનય માતા સમાન છે અને નિશ્ચયનય પિતા સમાન છે. એ બન્ને નવડે પ્રભુભક્તિ, સેવા, પૂજા, વગેરે સર્વ આવશ્યક, ધર્મક્રિયાઓ કરવી. અધ્યાત્મજ્ઞાનપૂર્વક, દેવ ભક્તિ અર્થાત સેવાવડે આત્માની ઉજલતા કરવી, તેમજ જૈનધર્મની સેવા કરવાને માટે સદાકાલ તત્પર રહેવું, કટીબદ્ધ થવું, આભા ખરેખર પરમાત્મા સમાન છે. આત્મામાં અનંત શક્તિ છે તેની ઉપાસના કરનારા એવા જૈનએ, જૈનશાસનનો ફેલાવો કરવા પિતાની શક્તિોને વાપરવી અને પિતાને શુદ્ધ ધર્મ પ્રગટ કરવો. શ્રીમદ્ આનન્દઘનને હૃદયના ઉભરાઓ સકલ દુનિયાના મનુષ્યોને અસર કરે ! અને સકલ જીવો પરમાત્માનું આલંબન કરીને પરમાનન્દમય મંગલ માલાને પ્રાપ્ત કરે!!
For Private And Personal Use Only