________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૫૩૫ )
મહા ચમત્કારો કોઈ અન્ય ઠેકાણે રહેતા નથી. અનેક પ્રકારના મંત્રોની સાધના પણ આત્મબળવિના સિદ્ધ થઈ શકતી નથી. મંત્રોવડે દેવતાઆને પ્રત્યક્ષ કરવામાં પણ આત્મબળવિના કંઈ થઈ શકતું નથી. આત્માને વસ્તુતઃ આત્મા ઉપર પ્રીતિ થાય છે. વાંદરી પેાતાના અચ્ચાને જીવ હોય છે ત્યાંસુધી છાતી સરખું ચાંપીને દાવા કરે છે, પણ જ્યારે તેમાંથી આત્મા ઉડી જાય છે ત્યારે શરીરને પડતું મૂકે છે. આત્માવિના શરીરને ખાળી દેવામાં આવે છે, તેથી પણ સિદ્ધ થાય છે કે, આત્માના પ્રેમવડે જ અન્ય આશ્રયભૂત પદાર્થો ઉપર પણ પ્રેમ થાય છે. સર્વ રૂદ્ધિનું સ્થાનપણુ આત્મા છે. સર્વપ્રકારના મંગલનું સ્થાન પણ આત્મા છે. સર્વદા-સર્વથા આનન્દના મહાસાગર આત્મા છે. આત્માજ કર્મને નાશ કરીને પરમાત્મા થાય છે. આવી ઉત્તમાત્તમ આત્માની દશા જાણીને વાચકાએ શ્રીમદ્ની પેઠે આત્માની ઉપાસના કરવી. જે જે અંગે-જે જે ઉપાયેાવડે રાગ દ્વેષના ક્ષય થાય તેવી પ્રવૃત્તિ કર્યાં કરવી. આત્માની સત્તા ધ્યાવતાં ધ્યાવતાં, આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ થાય છે. આત્માની સત્તા ધ્યાઇને અનન્તજીવે સિદ્ધ બુદ્ધ પરમાત્માએ થયા; વર્તમાનમાં મહાવિદેહક્ષેત્રમાં થાય છે અને ભવિષ્યમાં અનન્ત જીવા સિદ્ધબુદ્ધ પરમાત્માએ થશે. ભવ્યજીવાએ પરમાત્મપદ પ્રાપ્તિના માર્ગ ગ્રહણ કરવા એજ આખા પદને સાર છે.
पद १०७. ( IT વસન્ત. )
Acharya Shri Kailassagarsuri Gyanmandir
तुम ज्ञानविभो फूली बसन्त, मनमधुकरही सुखसों रसंत. ॥ તુમ॰ || o || दिन बडे भये बैरागभाव, मिथ्यामति रजनीको घटाव
॥ તુમ॰ || ૨ || बहु फुली फली सुरुचिवेल, ज्ञाता जन समता संगकेल.
|| તેમ॰ || ૩ || जानत बानी पिक मधुर रूप, सुरनर पशु आनन्दघन सरूप.
॥ તુમ॰ ॥ ૪ ॥ વસન્તઋતુ કુલી છે અને છે. વૈરાગ્યભાવરૂપ દિવસ
ભાવાર્થ:—હે પ્રભુ ! તમારા જ્ઞાનરૂપ તેમાં મનરૂપ મધુકર, સુખથી રસીયા બન્યા
For Private And Personal Use Only