________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(પ૨૮) આત્માના ઉપર પ્રેમ ધારણ કરવામાં આવે છે ત્યારે અપ્રશસ્ય પ્રેમ પિતાનું સ્વરૂપ તજીને પ્રશસ્ય પ્રેમ તરીકે પોતાનું રૂપ ધારણ કરે છે. જગતના સર્વ પર પોતાના આત્મસમાન પ્રેમ ધારણ કરવાથી અપ્રશસ્ય પ્રેમ ટળી જાય છે અને હૃદય ક્ષેત્રમાં પ્રશસ્ય પ્રેમનો મહાસાગર પ્રગટે છે અને તે પિતાની હદ પ્રમાણે રહે છે.
વૈષયિક પ્રેમને ત્યાગ કરવાના જે જે ઉપાયો બતાવ્યા છે તે પ્રમાણે ભવ્ય જીવોએ પ્રવૃત્તિ કરીને, પ્રશસ્ય પ્રમને, સમતા સ્ત્રીની પેઠે ધારણું કરવો જોઈએ. આત્માની સમતા સ્ત્રી પોતાના આત્મપ્રભુ ઉપર જેવો પ્રેમ ધારણ કરે છે, તે પ્રેમ ખરેખર આપણું અન્તરમાં પ્રકટાવવા પ્રયત્ન કર જોઇએ અને આત્માની અત્યન્ત શુદ્ધ પ્રેમથી ઉપાસના કરવી જોઈએ. આત્મા ઉપર થનાર પ્રેમને શુદ્ધ પ્રેમતરીકે અવબોધ એમ લેખકને સંકેત છે. સર્વ પરભાવને પ્રેમ ટળી જાય અને પિતાના આત્મા ઉપર જ પ્રેમ પ્રગટ્યા કરે, તે અલ્પ કાલમાં આત્મા તે પરમાત્મા થાય એમાં કોઈ જાતની શંકા નથી.
આખા પદનો સારાંશ એ છે કે, મન વચન અને કાયાના યોગ વડે અતરમાં પ્રેમપૂર્વક આત્મસ્વામિની સાથે રમતા કરવી. અશુભ પ્રેમને શુભ પ્રેમમાં ફેરવી નાખવા માટે પ્રભુદર્શન અને પ્રભુપૂજા, તથા સામાયક આદિ છે આવશ્યક, સગુરૂ સેવા, પરોપકાર અને સિદ્ધાન્ત શ્રવણુ વગેરેમાં પ્રેમપૂર્વક પ્રવૃત્તિ કરવી અને સર્વ હેતુ દ્વારા સાધ્ય એવા આત્મા ઉપર પ્રેમ ધારણ કરવો. સર્વ આત્માઓ ઉપર પોતાના આત્માની પેઠે પ્રશસ્ય પ્રેમ ધારણ કરીને તેઓનું શ્રેયઃ કરવા પ્રવૃત્તિ કરવી. સાધુ અગર શ્રાવકનાં વ્રત પાળવા પ્રયત્ન કરો. આત્માના સગુણે ઉપર પ્રેમ ધારણ કરવો. આત્માના અસખ્ય પ્રદેશમાં અનત અનન્ત ગુણે અને અનત અનઃ પર્યાય છે, એવા અચળ અવિનાશી અખંડ પરમાન
મય આત્મપ્રભુપર શુદ્ધ પ્રેમ ધારણ કરે. અશુદ્ધ પ્રેમનો નાશ કરવા માટે, આત્માના ગુણેને પ્રેમ ધારણ કરે જોઇએ. સત્તા આત્માના પ્રશસ્ય પ્રેમમાં સદાકાલ ગરકાવ બને છે અને આત્માનો અનુભવરસ પોતે સ્વાદે છે. આત્મામાં પ્રેમ થવાથી સમતા પિતાના આત્માની સાથે મળે છે અર્થાત્ આત્મામાં ક્ષાવિક ભાવે ચારિત્ર પ્રકટે છે. સમતાની અનુભવપ્રતિ જે અનુભવ કથા છે તેને અનેક આશયોથી સાર ગ્રહીને આત્મસ્વભાવમાં રમતા કરવી; એજ સર્વ શાસ્ત્રોને ઉત્તમ સાર છે.
For Private And Personal Use Only