________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫૧૮ ) ધારણું કર ! કારણ કે આત્મામાં અનન્તસુખ રહ્યું છે. આત્મામાં પ્રેમ ધારણ કરીને પોતાના અધિકારપ્રમાણે ધર્મ પ્રવૃત્તિ કર્યા કર. '
વિચક્ષણ–હે ઉપકારક ચેતનમુનિરાજ ! આપે આપેલે બોધ મારા હૃદયમાં ઉંડે ઉતરી ગયો છે અને તેની અસર પૂર્ણ રીતે થઈ છે. મારી શક્તિ અને મારી પ્રવૃત્તિને એ જાણી છે અને તે પ્રમાણે હવે પ્રવૃત્તિ કર્યા કરીશ. દુનિયાને લેકના અનેક શબ્દોથી હવે મારા અધિકારની ધર્મપ્રવૃત્તિનો ત્યાગ કરીશ નહિ. અદ્યાપિપર્યન્ત “ લેકેને રીજવવા મારા આચારે અને વિચારને ફેરવ્યા હતા, પણ લેલાજનો હવે હું બિલકૂલ સબબ્ધ રાખનાર નથી. મારા આત્માની શુદ્ધિમાટે અધિકારગે જે કરવાનું હશે તે કર્યા કરીશ. મારા ઉપર આપને અતુલ ઉપકાર થયો છે તે કદી વિસ્મરનાર નથી. ધાર્મિક ક્રિયાએના અનેક ભેદ છે, તપશ્ચર્યા આદિ અનુષ્ઠાનના અનેક ભેદ છે, ધ્યાનના પણ ભેદ છે; તે સર્વે, જીવોના અધિકારોને ફલ દેનાર છે. સર્વ ધર્મક્રિયાઓ કંઈ એક મનુષ્યના માટે અને તે પણ એક કાલમાં કરવા માટે કહી નથી. સર્વપ્રકારનાં ઔષધે કંઈ એક રોગીને માટે નથી. સર્વપ્રકારની વનસ્પતિ કંઈ એક મનુષ્ય માટે નથી;-જેને જે વખતે ઉપગ કરવાનું હોય તે વખતે તેનો આદર ઘટે છે. દુનિયા નની અપેક્ષા જાણ્યાવિના ધાર્મિક ક્રિયાઓમાં લડે છે અને આત્માના શુદ્ધસ્વરૂપની સાથદશા ભૂલી જાય છે તે યોગ્ય નથી. હવે મેં આપના ઉપદેશ અનુસાર આપોગપણે વર્તવા નિશ્ચય કર્યો છે અને તેથી તે પ્રમાણે પ્રવૃત્તિ કરીશ. આપના બોધથી હવે મારા મનના સકલ સંશય દૂર થયા છે. હવે હું મારા કર્તવ્યપર લક્ષ્ય રાખીશ. મારા આત્માના શુદ્ધધર્મમાં અત્યન્ત પ્રેમ ધારણ કરીશ. જે સઘળું પ્રાપ્ત કરવાનું છે તે સર્વે આત્મામાં છે. આનંદને સમુદ્ર એ મારે આત્મા હવે રીજવો એજ નિશ્ચય કર્યો છે.
ચેતન–હે વિચક્ષણમુનિ ! તે જે નિશ્ચય કર્યો છે તે યોગ્ય છે. તારા અધિકારપ્રમાણે તું સદાકાલ પ્રવૃત્તિ કર્યા કરે. દુનિયાના બોલવાના સામું ન જે, પણ તારા કાર્ય સામું છે. જે મનુષે પોતપોતાના અધિકારપ્રમાણે કાર્યો કરતા હોય તેની ટીકા ન કર, તેમજ તારી જે જે મનુષે ચર્ચા-નિન્દા કરતા હોય તે બાબતના જવાબ આપવામાં જરામાત્ર લક્ષ ન રાખ. જ્ઞાન, દર્શન અને ચારિત્રની વ્યવહાર અને નિશ્ચય એ બે નયથી યથારૂચિ અને યથાશક્તિ આરાધના કર્યા કર. તને જે જે ધર્મપ્રવૃત્તિમાં અત્યન્ત પ્રેમ થતું હોય તેમાં પ્રવૃત્તિ કર. જે જે આલેબનેવડે તારું ચિત્ત સ્થિરતા ગ્રહણ કરતું હોય તે તે આલંબનેને સેવ્યા
For Private And Personal Use Only