________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭ ) પહેલી ચોપડીનું તે જ્ઞાન ન હોય અને સાતમી ચોપડીના અભ્યાસીની નિન્દા કરવી! તેમ પંચસધિનું તે જ્ઞાન પણ ન હોય અને વૈયાકર|ચાર્યની સાથે બાથ ભીડવી! અર્થાત્ સર્વ બાબતની અપેક્ષાવડે વસ્તુતત્વનું જ્ઞાન ન હોય અને પોતાની અમુક સંકુચિત દષ્ટિવડે સર્વ મનુષ્યના આચાર અને વિચારે સંબન્ધી અભિપ્રાય આપવા કટિબદ્ધ થવું! તેમજ આગમના અનુસાર સર્વ પ્રકારની અપેક્ષાનું જ્ઞાન ન હોય અને પિતાના અમુક વિચારથી સવંગમોસંબધી અભિપ્રાય બાંધવા મંડી જવું! તે
ગ્ય નથી. કેઈ કયા અધિકારથી અને કઈ રુચિથી ધર્મપ્રવૃત્તિ કરે છે તેના જ્ઞાનવિના, પોતાની દૃષ્ટિ અને અરૂચિથી, તેની વિભિન્નતા અવેલેકીને તેની નિન્દા–અદેખાઈ વગેરે કરવી ઈત્યાદિ, અજ્ઞજનેની ટેવ હોય છે અને તેથી તેઓ અનેક મનુષ્યોની-શક્તિ-રૂચિ-અને આધકારભેદે આચાર અને વિચારે સંબન્ધી વિભિન્નતાને જોઈને અપેક્ષાવિના ગમે તેવાઓની નિન્દા, ચર્ચ, અને છેવટે જાતિનિન્દા ઉપર ઉતરીને પિતાના અને અન્ય મનુષ્યના શ્રેયમાં અનેક વિશે ઉભાં કરે છે.
જેઓને વસ્તુતત્વને નિશ્ચય થયે છે તેવા મનુ, પિતાના અધિકાર પ્રમાણે ધર્મપ્રવૃત્તિનો આદર કરે છે અને અન્ય મનુષ્યોને યોગ્યતાપ્રમાણે તેઓ ધર્મપ્રવૃત્તિનો આદર કરાવે છે અને પોતાના નિશ્ચયથી તેઓ કદી પણ–અનેક પ્રકારની અનેક મનુષ્યો તરફથી ટીકાઓ થતાં છતાં પણ– પાછા પડતા નથી, તેમજ તેઓ અન્ય મનુષ્યની ગ૭ભેદે ધર્મક્રિયાની ભિન્ન પ્રવૃત્તિ દેખીને તેઓની સાથે કલેશ કરતા નથી, અર્થાત્ પિતાની કેયામાં લાજ અને ભય વગેરેને અવકાશ આપતા નથી. પોતાની પ્રવૃત્તિથી પિતાની ઉચ્ચતા થાય છે એમ પોતાનો આત્મા સાક્ષી પૂરતો હોય અને તે ધર્મથી અવિરૂદ્ધ ધર્મકૃત્ય હોય તે કદીપણ તેને ત્યાગ કરે નહિ. દુનિયાના બેલવા ઉપર લક્ષ્ય દેવું નહિ. ફક્ત પિતાની પ્રવૃત્તિ ઉત્તમ થવી જોઈએ અને તેનાથી સદ્ગુણે વધવા જોઈએ. દુનિયા જેની ટીકા કરે છે તેનાજ આચાર અને વિચારને પાછળથી અંગીકાર કરે છે. ધર્મમાં સુધારા કરનારાઓને તે વખતમાં અનેક પ્રકારના પરિસહે વેઠવા પડે છે, પણ પાછળથી તેમની દુનિયા અનુયાયી બને છે. જેઓ જે કાર્ય લેઈને તેને મુકે છે તેઓની મશ્કરી થાય છે.
વિચક્ષણમનિ ! ઉપયુક્ત બેધને હૃદયમાં લાવીને સ્વાધિકાર પ્રમાણે ધર્માચારને સેવ ! દુનિયાને રીજવવા પ્રયત્ન કરીશ તે આત્માને રીજવી શકાશે નહિ, અને જે આત્માને રીઝવીશ તે દુનિયાને રીઝવી શકાશે નહિ. સર્વપ્રકારની રીજને ત્યાગ કરીને આત્માના ઉપર પ્રેમ
For Private And Personal Use Only