________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩ ) હતા, તેથી તેઓ પરસ્પર એકબીજાના આત્માને સહાય આપી શકતા હતા અને તેઓ દેહ કરતાં આત્માની પરમાત્મસમાન કિંમત આંકી શકતા હતા, અને તેઓ ઉદયની શંખલાવડે બંધાયા હતા. - અધ્યાત્મવિદ્યાને પ્રકાશ મંદ પડતાં આર્યાવર્તમાં મેહનું જોર વધવા
લાગ્યું, તેથી મનુષ્ય શરીર મમત્વ આદિ, માયાના પ્રદેઆર્યાવર્તન શોમાં અહંભાવ કપીને અનેક દુર્ગણોના તાબે થયા અને અધ્યાત્મવિધાથી હય. પરતંત્રતાની એડીમાં જકડાયા. સ્વતંત્રતાને માટે ભારત
- વાસીઓ બુમ પાડે છે, પણ તેઓ આત્મારૂપ રાજાની પૂજા મૂકીને શરીરરૂપ મહેલની પૂજામાં અનેક પાપોથી મગ્ન થયા છે ત્યાં સુધી, તેઓ વાસ્તવિક ઉન્નતિના બારણે પગ મૂકી શકવાના નથી. જડવાદના આશ્રયથી જે લેકે પોતાની ઉન્નતિ કરવા ધારે છે તેઓ ક્ષણિક ઉન્નતિના ઉપાસક બને છે અને ખરી ઉન્નતિને ધક્કો મારે છે. જડવાદના વિચારેમાં ખરી ઉન્નતિનું સ્વપ્ર છે. જોકે જડવાદીઓ અનીતિના માર્ગે ચાલી વા અધર્મના માર્ગે ચાલી, રજોગુણ અને તમોગુણવડે બાહ્યસાધનની ઉન્નતિ કરવા સમર્થ બને ! પણ જડવાદના વિચારોથી કરેલી ઉન્નતિને ટકાવી રાખવાને તેઓ સમર્થ બની શકે નહિ. તેઓ જગતના ભલા માટે સ્વાર્થને ત્યાગ કરીને ખરી રીતે આત્મભેગ આપી શકે નહિ. જડવાદીઓ શરીરના સુખાર્થ જે કાર્યો કરવાનાં હોય છે તે કરે છે અને તેજ તેમને મુખ્ય મંત્ર છે. તેઓ શરીરને મહત્ત્વનું ગણીને સુખનું બિન્દુ બાહ્યસાધનોમાંજ કલ્પે છે. આવી તેમની વિચારશ્રેણિથી તેઓ પિતાની ખરી દૃષ્ટિને ભૂલી જાય છે અને સ્વાર્થને આગળ કરી પુણ્ય પાપ ગણ્યાવિના સર્વ કાર્યો કરે છે. આત્મવાદીઓ ઈશ્વર, પુનર્જન્મ, કર્મ, આત્મા વગેરે તત્ત્વને સ્વીકાર કરી શકે છે, અને શરીરને એક ઘર જેવું માને છે અને તેમાં રહેલા આત્માને મહાન પ્રકાશક માને છે. આત્મવાદીઓ ઈશ્વરીયોપદેશ પ્રમાણે ચાલીને પિતાના આત્માની ઉન્નતિ કરે છે અને આખી દુનિયાની પણ ઉન્નતિ કરવા સમર્થ થાય છે. આત્મવાદીઓ, અર્થાત્ ચૈતન્યવાદીઓ અન્યની આત્માતરીકે મહાન કિસ્મત આંકીને તેઓની સેવામાં પોતાની શક્તિોને ઉપયોગ કરે છે. આત્મવાદીઓ, સદ્દવિચારરૂપ હવાઈ વિમાનમાં બેસીને આખા જગત તરફ દષ્ટિ નાખવા સમર્થે થાય છે અને પોતાના આત્માની ઉતા થયા છતાં પણ અન્યામાઓને સહાય આપી શકે. છે. તેઓ પુનર્જન્મવાદને શ્રદ્ધાગમ્ય માને છે તેથી તેઓ પોતાનું સર્વસ્વ. અર્પણ કરવામાં જરા માત્ર અચકાતા નથી, અને તેઓ વાસ્તવિક ઉન્નતિને ચાહનારા હોવાથી બાહ્ય સાધનોની પ્રાપ્તિ માટે શ્રેષ, કલેશ, સ્વાર્થ,
ભ. ઉ. ૧૦
For Private And Personal Use Only