________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧ )
છૂટા માને છે, અને જે જડ પદાર્થોમાં બંધાઈ ગયા હોય છે તેઓને છેડાવવા પ્રયત્ન કરે છે. દુનિયાના મૂઢ મનુષ્ય જે જે પદાર્થોની પ્રાપ્તિ માટે અશ્રુ પાડે છે તે તે પદાર્થીપ્રતિ, અધ્યાત્મજ્ઞાની મધ્યસ્થાષ્ટિથી જોઈ રહે છે. મૂઢ મનુષ્યાની રાત્રીના કાલમાં આત્મજ્ઞાનીઓ જાગે છે અને તેને જગાડવા પ્રયત્ન કરે છે. જ્યારે અન્ન મનુષ્યો જડપદાર્થો ઉપર રાગ ધારણ કરે છે અને જડપદાર્થોની પ્રાપ્તિ માટે મરી મથે છે, ત્યારે આત્મજ્ઞાનીએ જીવેાના ઉપર શુદ્ધ પ્રેમ ધારણ કરે છે અને તેના આત્માના જ્ઞાનપ્રકાશ ખીલવવા ઉચ્ચ ઉપદેશ આપે છે. અધ્યાત્મજ્ઞાનીએ સદ્ગુણેાના વ્યાપાર કરવામાં મુખ્ય લક્ષ્ય રાખે છે અને તદચેંજ તેઓનું આયુષ્ય વહે છે. અધ્યાત્મજ્ઞાની ઉપાધિના ત્યાગ કરીને છૂટાછેડાએ જગમાં વિચરે છે. તે જે જે કરે છે, જે જે દેખે છે, જે જે સાંભળે છે, જે જે બેલે છે, અને જે જે વાંચે છે. તેમાં અલૌકિકતા અનુભવે છે. મૂઢ મનુષ્યોની દષ્ટિ કરતાં તેની દૃષ્ટિ અનન્તગણી શુદ્ધ થવાથી તેઓની આંખે અને તેના હૃદયમાં દેખવાનું અને ધારવાનું ઉચ્ચ પ્રકારનું હાય છે. તેઓ ધર્મના વ્યવહારમાર્ગને લાપતા નથી અને ધર્મની ક્રિયાઓમાં ખરી પરમાર્થતાને અનુભવ કરે છે. અધ્યાત્મજ્ઞાનીએ પાંજરામાં પૂરેલા પંખીની પેઠે સંસારમાંથી મુક્ત થવાની ઇચ્છા ધારણ કરે છે. સાંસારિક પદાર્થોમાં સુખની બુદ્ધિ ન હેાવાથી તે આત્મસુખ તરફ વૃત્તિ વાળે છે, અને આત્મસુખ પ્રાપ્ત કરવા દેવ ગુરૂ અને ધર્મની આરાધના કરે છે. રાગદ્વેષના ત્યાગ કરીને અને સાંસારિક આશ્રવમાર્ગોના ત્યાગ કરીને, જે આત્માને ભાવતા છતા વિચરે છે એવા મહા સુનિયાને ખરૂં અધ્યાત્મસાન પ્રગટ થાય છે. ચાથા ગુણસ્થાનકવાળા અને પાંચમા ગુણસ્થાનકવાળા જીવાને સમ્યજ્ઞાનરૂપ અધ્યાત્મજ્ઞાન ઉત્પન્ન થાય છે અને તેથી તે સંસારરૂપ કેદખાનામાંથી છૂટવાને વારંવાર તીવ્ર ઇચ્છાઓ ધારણ કરે છે. ચોથા ગુણુસ્થાનકવાળા અને પાંચમા ગુણસ્થાનકવાળા જીવાને સાધુ થવાની તીવ્રભાવના વર્તે છે, અને તેથી તેએ ચેાથા અને પાંચમા ગુણસ્થાનકે રહી શકે છે. જેને સાધુની દીક્ષા અંગીકાર કરવાની ભાવના નથી તે અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણુસ્થાનકમાં વા દેશવિરતિ ગુણસ્થાનકમાં રહી શકતા નથી. સાધુ થવાના જેના મનમાં પરિણામ ન હેાય તે શ્રાવકપણાથી ભ્રષ્ટ થાય છે. ઉપરનું ઉચ્ચ ગુણુસ્થાનક ધારણ કરવાની ઇચ્છાવિના ચોથા વા પાંચમા ગુણસ્થાનકમાં રહી શકાતું નથી. આત્માને સુખનું સ્થાન અબેાધ્યામાદ કાણુ બંધનથી મુક્ત થવાની ઇચ્છા ન કરે ?
For Private And Personal Use Only