________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૩૯) આખી દુનિયા ઉપર પ્રેમ ન હોવાથી, કેઈ અપેક્ષાએ ઉપકાર કરી શકાતો નથી. જે પ્રેમરસના સાધ્યબિન્દુને સાર ન જતો હોય તેને સાધ્યશૂન્ય પ્રેમ કથે છે. જે પ્રેમમાં નિસ્ટારતા જણાતી હોય તેને નિસાર પ્રેમ કહે છે. નીતિના સંબંધમાં જે પ્રેમ થાય છે તેને નૈતિકપ્રેમ કથે છે. જે પ્રેમથી ઉપરના ગુણસ્થાનક ઉપર ચઢાતું હોય અને દેવગુરૂ ધર્મપર અત્યન્ત શ્રદ્ધા થતી હોય તેને શુદ્ધ પ્રેમ કથે છે. આત્માની શુદ્ધતા અને ઉચ્ચતા કરવાનો આશય જેમાં છે, તેવા શુદ્ધ પ્રેમને ધર્મિ જીવો ધારણ કરે છે. જેઓ શુદ્ધપ્રેમથી મસ્ત બનેલા છે એવા શ્રાવકે અને મુનિવરે, દેવગુરૂ અને ધર્મમાં અત્યંત પ્રેમને ધારણ કરી આત્માની ઉતા કરે છે. શુક્રપ્રેમવિના ભક્તિની ઉત્પત્તિ થતી નથી. પ્રારંભમાં જલવિના બીજ ઉગતું નથી, તેમ શુદ્ધપ્રેમવિના ધર્મરૂપ બીજ ઉગી શકતું નથી. ઉચ્ચશુદ્ધ પ્રેમના પાત્રભૂત બનેલા એવા શ્રીમદ્ આનન્દઘનજી, શ્રી રૂષભદેવને “રૂષભજિનેશ્વર માહરે રે” ઈત્યાદિ વચનોથી સ્તવે છે. તેમની બહોતેરીમાં પણ ઉ–શુદ્ધપ્રેમપાત્રોની રચના અનુભવવામાં આવે છે. દ્રવ્યાનુયોગના ગીતાર્થ શ્રીમદ્દ દેવચંદ્રજી “રૂષભજિશું દશું પ્રીતડી” ઈત્યાદિ વાક્યોથી પ્રભુની સાથે ઉચ્ચ પ્રેમને ધારણ કરે છે; એમ સિદ્ધ થાય છે. શ્રીમદ્દ યશોવિજયજી ઉપાધ્યાય “નવન નાવાહો” તથા “લિiાથ ધર ધર્મ” ઈત્યાદિ વાકયોથી પ્રભુઉપર ઉત્પન્ન થએલા પ્રેમના ઉદ્વારેને બહાર કાઢે છે. તેમણે કરેલાં પ્રભુને સ્તવનમાં પ્રેમરસ જ્યાં ત્યાં ઉભરાઈ ગએલે જોવામાં આવે છે. શ્રીમદ્ હેમચન્દ્રાચાર્ય, સ્વકૃતસ્તોત્રમાં પ્રભુના બાળક બનીને ઉચ્ચ પ્રેમરસના પ્રવાહને પ્રવાહે છે. શ્રીમદ્ જ્ઞાનવિમલસૂરિ મહારાજ પણ શ્રી સિદ્ધાચલના સ્તવનોમાં, સિદ્ધાચલપ્રતિ પિતાના હૃદયમાં ઉત્પન્ન થએલા શુભપ્રેમરસના ઉભરાઓને, વાણી દ્વારા બહાર કાઢી સિદ્ધાચલપ્રેમરસરસિક થયા છે. શ્રીમદ્દ હેમચન્દ્રાચાર્યનો જૈનધર્મને-અતિ
સ્તુત્ય-રાજકીય ધર્મ બનાવવાનો પ્રેમ હતો; માટે તેઓ ધર્મરસિક કહેવાય છે. ઉચ્ચ પ્રેમલક્ષણાભક્તિના પાત્રભૂત શ્રીમદ્ વિજયાનન્દસૂરિ (શ્રી આત્મારામજી) મહારાજ હતા; તેમણે ઉચ્ચ પ્રેમને રસ સ્વકૃત સ્તવમાં રેડયો છે. શ્રીમદ્ ગણધરમહારાજે લેગસ્યસૂત્રમાં ઉચ્ચ પ્રેમલક્ષણભક્તિના ઉદ્વારે જણાવ્યા છે. શ્રીપરમાત્માના પ્રેમમાં રસિક બનેલા મુનિવરે, ભક્તિદ્વારા પ્રભુના ગુણેને ભજે છે અને પ્રભુના તે તે ગુણની સ્તુતિ કરીને પિતાનામાં ઢંકાયેલા તે તે ગુણોને પ્રકટાવે છે. ગુરૂના પ્રેમમાં મસ્ત બનેલા શિ, ગુરૂની આજ્ઞા પ્રમાણે પ્રવૃત્તિ કરે છે અને શરીરની મમતા પણ રાખતા નથી. લેહચુંબકની પેઠે આકર્ષણ
For Private And Personal Use Only