________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૩૮) પ્રેમને સ્વાર્થ પ્રેમ કહેવામાં આવે છે. એક જાતને પ્રેમ એ હેય છે કે, કોઈ પણ મનુષ્ય પોતાનું બુરું ન કરે ત્યાં સુધી તેના ઉપર પ્રેમ ધારણ કરે છે અને જ્યારે કેઈ બુરું કરવા પ્રયત્ન કરે છે તે પશ્ચાત પ્રેમને ઠેકાણે દ્વેષાગ્નિમય હૃદય થઈ જાય છે, આપણ વિશ્વાસ પ્રેમ છે. કેટલાક મનુ કેઈના સુખના વખતે તેના પ્રેમી બને છે, પણ જ્યારે તેના ઉપર દુઃખ ઉપાધિ આવી પડે છે ત્યારે, તેના ઉપરથી પ્રેમ ઉતારી દે છે; આપણું સ્વાર્થ પ્રેમજ અવાધાય છે. કેટલાક મનુષ્ય, જે પિતાની માન્યતા પ્રમાણે વર્તે છે તેના ઉપર પ્રેમ ધારે છે અને અન્યના ઉપર પ્રેમદષ્ટિથી દેખતા જે પણ નથી, તેઓ પણ પ્રેમની સંકચિત વૃત્તિથી આગળ વધેલા જણાતા નથી. જેઓ ઘડીમાં પ્રેમી બની જાય અને ઘડીમાં વાઘરીવાડાની પેઠે કલેશ કરી ગાળગાળા કરે! તેવા પ્રેમધારકાના પ્રેમને અનાર્ય પ્રેમ કહેવામાં આવે છે. જેઓ અનાર્ય પ્રેમથી આગળ વધ્યા નથી, તેઓ સાધુના ધર્મને ગ્રહણ કરવાના અધિકારી કયાંથી બની શકે? જે એ પ્રેમને ક્યાં વિયની પેઠે વ્યવહાર કરે છે તેના પ્રેમને વ્યાપારિ પ્રેમ કહેવામાં આવે છે. જેએ પત્રોમાં પ્રેમના ઉભરાઓ કાઢી દે અને જાણે પ્રેમના સાગરમાં તણાઈ જતા હોય ! એવો દેખાવ કરે, પણ તેઓના હૃદયમાં પ્રેમને છાંટે પણ ન હોય, તેવા પ્રેમને ઈન્દ્રજાલિક પ્રેમ કહે છે. જેઓ આચારેવડે પ્રેમની મૂર્તિરૂપ પિતાને જણાવે અને “અમે પ્રાણુને પણ હીસાબમાં ગણતા નથી” એમ બેલી બતાવે અને વખત આવે પ્રેમને ઠેકાણે શત્રુતા દેખાડે, તેને વિપક કહે છે. જે પ્રેમની વાત કર્યા કરે પણ પ્રેમના વિવેકને સમજી શકે નહિ અને મૂઢપણું દેખાડે, તેના પ્રેમને અવિવેક પ્રેમ કહે છે. જે પ્રેમ ઘડી ઘડીમાં પોતાના
સ્વરૂપને ફેરવી નાખે અને તેનું ઠેકાણું રહે નહિ, તેને ચલપ્રેમ કહે છે. જે પ્રેમ સુવર્ણની પેઠે પોતાના રંગને બદલે નહિ તેને સુવર્ણ જેમ થે છે. સુવર્ણને હજારે મણું લાકડાના ઢગલામાં અગ્નિ સળગાવીને નાખવામાં આવે તોપણ તે પોતાનું મૂળ રૂપ તજતું નથી, તેમ શુદ્ધ પ્રેમ પણ હજારે સંકટમાં એકરૂપે સ્થિર રહે છે. ખરેખર તેવા સુવર્ણ પ્રેમને ધારણ કરનારાઓ જગમાં વિરલા છે. જે પ્રેમ બીજના ચંદ્રમાની પેઠે વૃદ્ધિ પામે તેને વીનમ કથે છે. જે પ્રેમ જેના ઉપર થાય તેના ઉપર પ્રથમ ઘણે હોય અને પશ્ચાત્ પૂર્ણિમાના ચન્દ્રની પેઠે ક્ષય પામતો જાય તેને ક્ષયિ પ્રેમથે છે. જે પ્રેમ રાજુલની પેઠે પૂર્વના સંસ્કારથી ઉપજે છે તેને સંવારનજ પ્રેમ કથે છે. જે પ્રેમ અમુક એક વ્યક્તિ પર હોય અને આખી દુનિયાનાં મનુષ્યો પર અંશમાત્ર પણ ન હોય, તેને એક વ્યક્તિ પ્રેમ કથે છે. એક વ્યક્તિ પ્રેમથી
For Private And Personal Use Only