________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૭) અસમનુ બહિર્મુખવૃત્તિના યોગે સંકુચિત દષ્ટિવાળા બનીને અન્ય ધર્મવાળાઓની નિન્દા કરે છે અને મનુષ્યજાતિને મારવામાં પાપ પણ ગણતા નથી. અમનુષ્ય બહિર્મુખવૃત્તિના યોગે સત્યને અસત્ય કહે છે અને અસત્યને સત્ય કહે છે. બહિર્મુખવૃત્તિધારકોની વિપરીત દષ્ટિ હોવાથી, તેઓ બાહ્ય પ્રદેશમાં અને બાહ્ય જ મઝામાંજ જીવનનું સાર્થક માને છે અને તેથી પોતાનું શુદ્ધ સ્વરૂપ ઓળખવા સમર્થ બની શકતા નથી.
બહિર્મુખવૃત્તિના સેવકે ઘણે ભાગે અધ્યાત્મશાસ્ત્રથી વિમુખ રહે છે અને તેઓ અધ્યાત્મતત્ત્વપર એકાતે અરૂચિ ધારણ કરે છે. બહિર્મુખવૃત્તિના ઉપાસકો સંસ્કૃત, ઇંગ્લિશ આદિ ભાષાજ્ઞાનિ હોય છે, તો પણ તેઓનું ચિત્ત-પદાર્થો સમ્મુખ હોવાથી,–અધ્યાત્મ તત્ત્વપર બિલફલ ચુંટતું નથી અને તેથી તેઓ અધ્યાત્મ તત્ત્વજ્ઞાતાઓની નિન્દા કરે છે. બહિર્મુખવૃત્તિના સેવકે આત્માભિમુખવૃત્તિને ધિક્કારે છે અને
યુક્તિના વૃન્દથી બાળજીવોને ભમાવીને અન્તરમાં ઉતરવા દેતા નથી. બન્ને વૃત્તિના ધમ પરસ્પર વિરોધી છે તેથી તે બન્નેની ગતિ ભિન્ન ભિન્ન પ્રકારની દેખાય છે. બહિર્મુખવૃત્તિથી, તળાવને જેમ પાડે ડાળી નાખે છે તેમ, અન્ય મનુષ્યોનાં ચિત્ત પણ ડોળી નાખવામાં આવે છે. બહિર્મુખવૃત્તિના પાશમાંથી છૂટવું અને કાળના પાશમાંથી છૂટવું એ બન્ને સરખું છે. અન્તર્મુખવૃત્તિની પ્રાપ્તિ માટે સાધુનો વેશ પહેરીને પણ કેટલાક આત્માભિમુખવૃત્તિને ધારણ કરી શકતા નથી. અહિઝંખવૃત્તિ વિજલીના વેગની પેઠે દોડે છે. સત્તા, લક્ષ્મી અને વનાદિના મદથી બહિર્મુખવૃત્તિનું જોર વૃદ્ધિ પામે છે, અર્થાત્ આત્માભિમુખવૃત્તિ થવામાં તે તે વસ્તુઓ અત્તરાયભૂત નીવડે છે. બહિર્મુખવૃત્તિના ઉપાસ ઉપાધિની ધમાધમમાં પડે છે અને અન્ય મનુને પણ ઉપાધિની ધમાધમમાં નાખે છે. બહિર્મુખવૃત્તિધારકો, પોતે માનેલે પક્ષ સત્ય સ્વીકારીને અન્યના ઉપર હુમલે કરે છે અને અન્ય પક્ષ માનનારા
નો અપકર્ષ કરવા તન-મન-ધન અને સત્તાથી અનેક ઉપાયે કરે છે. બહિર્મુખવૃત્તિધારકનો સ્નેહ પણ ક્ષણિક હોય છે, તેથી તેઓ પ્રાયઃ સ્વાર્થનેજ આગળ ધરીને જગતમાં પરિભ્રમે છે. બહિર્મુખવૃત્તિધારકો કેટલીક વખત વેદીયા ઢોરની પેઠે ધર્મનાં વાકને બોલી જાય છે, પણ તેઓમાં નીતિના સગુણે ન હોવાથી તેઓની પ્રતિષ્ઠા પડતી નથી. બહિર્મુખવૃત્તિધારકો ધર્મને પણ બાહ્યમાં માને છે અને તેમાટે બાહ્યમાં દોડે છે. જ્યારે દુનિયામાં ધાર્મિક જ્ઞાનની ન્યૂનતા થાય છે ત્યારે પ્રાયઃ અજ્ઞાનિ મનુષ્ય, ધર્મના અગ્રગણ્ય બને છે અને તેઓ સ્કૂલ બુદ્ધિથી સ્કૂલ
For Private And Personal Use Only