________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પણ સતેષ ગુણમાં ઝીલે છે અને કર (ટેક્ષ) વગેરેને વધારી પ્રજાને પડતા નથી. અન્તર્મુખવૃત્તિ ખરેખર કૃપણ જનોના હૃદયને પણ આદ્ર કરવા સમર્થ થાય છે અને તેઓની લમીન પણ સદપગ કરાવે છે. અન્તર્મુખવૃત્તિનો લેશ ભાવ પામીને, ઘાતકે પશુ હિંસાનો સ્વભાવ ત્યાગ કરી દયારૂપ ગંગાનદીમાં સ્નાન કરીને નિર્મલ બને છે. ચાર ખંડમાં અન્તર્મુખવૃત્તિનું માહાસ્ય ફેલાવનારાઓ દેશના ખરેખર સુલેહકારે બને છે. જે દેશના મનુષ્યોનો ઘણે ભાગ અન્તર્મુખવૃત્તિને સેવનારે છે, તે દેશમાં શાંતિ પ્રસરે છે અને તેથી તે દેશના મનુષ્ય અન્ય દેશીય મનુષ્યને પીડવા પ્રયત્ન કરતા નથી, પણ ઉલટા અન્ય દેશીના કલહને દૂર કરે છે. પ્રગતિક્રમમાં દુનિયા, ગમે તેટલી આગળ વધે, તે પણ અન્તર્મુખવૃત્તિ થયાવિના માનસિક દેને હરવાને અને અન્ય મનુષ્યોને સંતોષ આપવાને સમર્થ થવાની નથી. બાહ્ય વૈભવના શિખરે ચડેલી દુનિયા, ખરેખર આત્માભિમુખવૃત્તિના અભાવે-ઈર્ષા, લેભ, વૈર અને અહંકાર આદિ માનસિક દેથી નીચે પડયાવિના રહેતી નથી.
ધર્મના ઉપદેષ્ટાઓ, મહર્ષિ અને મુનિવરે, જગતના મનુષ્યોને આત્માભિમુખ કરવામાટે–આત્મભેગ આપીને પ્રયત્ન કરે છે અને તેમના સુવિચારેના પ્રતાપથી જ દુનિયામાં સુલેહ શાંતિ જાળવી શકાય છે. જૈનોમાં પણ અન્તર્મુખવૃત્તિ સાધકેના પ્રતાપે શાન્તિ જાળવી શકાય છે, પણ જ્યારે બહિર્વત્તિના ઉપાસકે ઘણું પ્રગટી નીકળે છે ત્યારે – જૈનવર્ગમાં પણ-અશાન્તિન કોલેરા ફાટી નીકળે છે અને તેથી કપરૂપ મૃત્યુના મુખમાં ઘણું મનુષ્ય ફસાઈ જાય છે. અન્તર્મુખવૃત્તિના સમાન મટી કેઈ અન્ય આગબોટ નથી. સંસાર સમુદ્રની પેલી પાર જવામાટે અન્તર્મુખવૃત્તિની સાધના કરવી જોઈએ. કેટલાક પંચમહાવ્રત્ત ધારક સાધુઓ પણ અન્તર્મુખવૃત્તિથી પરા મુખ થઈને બાહ્ય વૃત્તિના ઉપાસકે બને છે તો, રાગ અને દ્વેષની લાગણીથી-શાન્તરસના ખેલની હાંસી કરાવે છે અને પોતાના આત્માને અવનતિના ખાડામાં પ્રક્ષેપે છે એમ કહેવાય. અન્ન અને મેહના ઉપાસક બનેલાઓ, બહિર્મુખવૃત્તિરૂપ મદિરાનું પાન કરીને દુનિયામાં કલેશનાં તોફાનો કરીને, શાન્તિના પ્રવાહનો નાશ કરે છે. અામનુષ્ય અન્તર્મુખવૃત્તિના અધિકારી બની શકતા નથી. અણ મનુષ્યો ધર્મ અને અધર્મને પરિપૂર્ણ રીતે પરિક્ષી શક્તા નથી અને તેથી તેઓ અન્યની પ્રેરણાવડે અધશ્રદ્ધાના પ્રવાહમાં તણાય છે. અજ્ઞમનુષ્ય ધર્મના બહાને બહિર્મુખવૃત્તિમાં રમતા કરીને ધર્મયુદ્ધો પ્રારંભે છે અને કહે છે કે, અમે ધર્મના માટે પ્રાણ આપીએ છીએ!
For Private And Personal Use Only