________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬૭ ) વામાં પ્રતિદિન પ્રયત્ન કરવો જોઈએ. આત્મજ્ઞાન મને પ્રાપ્ત થયું છે એમ કથનારાઓ તે ઘણું મળી આવે, પણ સ્યાદ્વાદદષ્ટિએ આત્મતત્વનું કથન કરનારા વિરલા મળી આવે. આમતવને સમજવાની શક્તિ જેનામાં ન હોય તે આત્મજ્ઞાનિને ડાળ રાખે છે તેથી તેના આત્માની વાસ્તવિક ઉન્નતિ થતી નથી.
મેહના અધ્યવસાયોને પ્રગટ થતાજ હઠાવવા માટે આત્મજ્ઞાની પ્રયત્ન કરે છે. આત્મતત્ત્વજ્ઞાની મેહને મેહ તરીકે જાણે છે અને ધર્મને ધર્મ તરીકે જાણે છે; તે સત્યને છોડતો નથી અને અસત્યનો આડંબર રાખતો નથી. તે પાપની ક્રિયાઓ કરીને પુણ્ય માનતો નથી અને ધર્મની ક્રિયાઓને અધર્મ તરીકે માનતો નથી. તે પોતાનામાં જેટલું હોય છે તેના કરતાં વિશેષ કહેતો નથી. આત્મતત્ત્વજ્ઞાન પ્રાપ્ત થયાવિના જીવ સમ્યકત્વી ગણતા નથી. આગના આધારે જોતાં જણાય છે કે અહે! આવું અપૂર્વ આત્મતત્વ અવધ્યા વિના વસ્તુતઃ સમ્યકુત્વની પ્રાપ્તિ થઈ શકતી નથી. આ કાળમાં આગમોને આગળ કરીને જેઓ આત્મતત્ત્વ જાણવા ખપ કરે છે તેઓને ધન્યવાદ ઘટે છે. આત્મતત્ત્વની જિજ્ઞાસા જેના હૃદયમાં ઉત્પન્ન થાય છે તેવા પુરૂષોને ધન્યવાદ ઘટે છે. આત્મબળ પ્રાપ્ત કરવું હોય તે આત્મતત્ત્વને ઓળખવું જોઈએ. અનેક આલંબન વડે આત્માની શુદ્ધિ કરીને આત્માની પરમાત્મદશા કર્યાવિના સંસારને પાર આવવાનો નથી. અસંખ્ય ઉપકારમાં શિરમણિ એવો અધ્યાત્મજ્ઞાનનો ઉપદેશ છે. અધ્યાત્મતત્ત્વની સન્મુખ થઈને આમતરૂપ બનવું એજ પરમમંગલ છે.
ભાવાધ્યાત્મજ્ઞાનમાં રમણુતા કરનારાઓ, જે કંઈ ખરામાં ખરું પ્રાપ્ત કરવાનું હોય છે તે કરી શકે છે. સ્યાદ્વાદભાવે વસ્તુતત્ત્વનો બંધ હોવાથી તેઓ એકાન્ત વાદીઓના આચારે અને વિચારોમાં રહેલું સત્ય અને અસત્યત્વ અવલોકવા સમર્થ બને છે. સ્યાદ્વાદભાવે આત્માને અવધનારા અધ્યાત્મજ્ઞાનીઓ વિકલ્પસંકલ્પરૂપ સંસારને ભૂલી જાય છે અને શુદ્ધ, બુદ્ધ, ચૈતન્ય તત્ત્વના સ્વાભાવિક આનન્દરસને આસ્વાદ ગ્રહણ કરે છે. તેઓના હૃદયાકાશમાં દ્વિતીયચન્દ્રની પેઠે સમ્યકત્વગુણનું તેજ પ્રકાશે છે, તેથી તેઓ અલ્પકાલમાં મુક્તિના અધિકારી બને છે. પૌગલિક સૃષ્ટિમાં રમી રહેલા મનને તેઓ આત્મસૃષ્ટિની અલૌકિક લીલામાં લીન કરે છે અને પૌગલિક સૃષ્ટિના પદાર્થોની પેલી પાર રહેલું એવું સહજસુખ અનુભવે છે.
For Private And Personal Use Only