________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૭) આચરણે તપાસીએ છીએ, ત્યારે તેઓના વર્તનમાં ભમરડા જેટલું મીંડું દેખાય છે. હાલમાં આંગ્લભાષાના અભ્યાસીઓ તથા અન્ય ભાષાના અભ્યાસીઓ ઘણા દેખવામાં આવે છે, કિન્તુ તેમાં કેટલાકનાં ચરિત્રો તપાસીએ તે તેનામાં સદ્વર્તનને તો દુષ્કાળ પડેલ દેખી શકાય. પૂર્વના વૃદ્ધ મનુષ્યનું વર્તન અને હાલના કેટલાક કેળવાયલા, અર્થાત્ પોપટની પેઠે ભાષાના જ્ઞાનથી જ માત્ર વિદ્વતાની ધૂનમાં મસ્ત થએલાનું, વર્તન તપાસીએ છીએ ત્યારે જૂના વૃદ્ધ મનુષ્યનું વર્તન ઉત્તમ લાગે છે. ભાષણની ભવાઈમાં ધર્મવિરૂદ્ધ કધારાને પણ સુધારા તરીકે મનાવનારા, કેટલાક અર્ધદગ્ધ મનુષ્યોની રહેણી અને કહેણ તપાસીએ છીએ ત્યારે, રહેણીમાં અને કહેણમાં આકાશ અને પાતાળ એટલે તફાવત લાગે છે. જે કહેણ પ્રમાણે રહેણી રાખે છે, તેની કહેણીથી જગતને સારી અસર થાય છે.
ધર્મની બાબતમાં પણ જેની રહેણી ઉત્તમ હોય છે, તેજ કહેણીથી અને ધર્મ અપી શકે છે. વેશ્યા, બ્રહ્મચર્યનો ઉપદેશ આપે તો, તે હાસ્યપાત્રજ કરી શકે. કસાઈ દયાને ઉપદેશ આપે છે, દયા પાળ્યાવિના તેને ઉપદેશ હાસ્યમાંજ લીન થઈ જાય, તેમજ ત્યાગી થયાવિના ત્યાગને જે ઉપદેશ આપે છે તે, હાસ્યપાત્ર બને છે. સંસાર અસાર છે, સંસારમાં કઈ કોઈનું નથી, કંચનકામિની ખરાબ છે, ઇત્યાદિ ઉપદેશ આપતાં પહેલાં તે તે વસ્તુઓને ત્યાગ ન કર્યો હોય, તો તે ઉપદેશની અસર અન્ય મનુષ્યોને થતી નથી. આ આદિ કારણથી ત્રણ જ્ઞાનના સ્વામી, એવા તીર્થકરે પણ ગૃહસ્થાવાસમાં રહે છે ત્યાં સુધી ઉપદેશ આપતા નથી; સંસારનો ત્યાગ કરીને કેવલજ્ઞાની થયા પછી, તીર્થકરે પણ ઉપદેશ આપે છે. જૈનશાસ્ત્રોમાં સંસારનો ત્યાગ કરીને જે સાધુઓ થઈ પંચમહાવ્રત પાળે છે, તે જ ઉપદેશના અધિકારી છે એમ ઉત્સર્ગતઃ પ્રતિપાદન કર્યું છે અને તેનું કારણ ઉપર્યુક્ત છે, તેમજ કેવલજ્ઞાનવિના સમ્યગૃઉપદેશ ન આપી શકાય તે છે. ચારિત્રવિના જ્ઞાન અને દર્શનની શોભા વધતી નથી. ચારિત્રપરિણતિવિના જ્ઞાન અને દર્શનથી મુક્તિ પ્રાપ્ત થતી નથી, અર્થાત્ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પામીને પણ ચારિત્રની આરાધના કરવાની છે. ચારિત્ર અંગીકાર કર્યા વિના ચારિત્ર ત્રમેહનીય ક્ષય થતો નથી. દશમા ગુણસ્થાનક પર્યંત ચારિત્રમોહનીય છે, માટે તેને નાશ કરવા માટે ચારિત્ર અંગીકાર કરવાની આવશ્યકતા છે. જેને સર્વ વિરતિરૂપ ચારિત્ર લેવાનો મનોરથ થતો નથી અને જે સર્વ વિરતિરૂપ સાધુચારિત્રને ધિક્કારે છે, તે શ્રાવકપણે પ્રાપ્ત કરી શકતું નથી. પંચમહાવ્રતધારક મુનિવરેની જે નિન્દા કરે છે અને સાધુઓની અપભ્રાજના થાય તેવું બોલે છે, લખે છે અને છપાવે
For Private And Personal Use Only