________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૭૮) कहा निगोडी मोहनी हो, मोहत लाल गमार ॥ वाके पर मिथ्या सुता हो, रीज पडे कहा यार ॥ वि० ॥१॥ क्रोध मान बेटा भये हो, देत चपेटा लोक ॥ लोभ जमाइ माया सुता हो, एक चढ्यो परमोख्ख ॥ वि०॥२॥
ભાવાર્થો:–ચારિત્રપરિણતિ નામની ચેતનની સ્ત્રી, પિતાના ચેતનસ્વામિને સંબોધીને કથે છે કે, હે વિવેકી અને વીર અર્થાત બહાદુર ચેતન સ્વામિન્ ! તમે કર્મભાવરૂપ આપના મિત્રને છોડતા નથી અને કર્મની સોબતમાં રાચીમાચીને રહે છે, તે મારાથી સહન થઈ શકતું નથી. હે ચેતન! કર્મ એ ખરેખર આપને મિત્ર નથી, કિન્તુ આપને શત્રુ છે; આપ તેને મિત્ર તરીકે માનીને ઠગાઓ છે. સર્વ જીવોને સંસારમાં પરિભ્રમણ કરાવનાર ઉમે છે. કમેથકી જીવો અનાદુઃખ ભેગવે છે. ચતુર્ગતિમાં કર્મની સંગતિથી જી પિતાના શુદ્ધસ્વરૂપને પ્રાપ્ત કરી શકતા નથી. હે વીર સ્વામિન્ ! હવે તમે કર્મની પ્રપંચજાળ સમજીને તેની સંગતિને પરિત્યાગ કરે. કર્મને નાશ કરવાને માટે શ્રી વિરપ્રભુએ શ્રાવકધર્મ અને સાધુધર્મ એ બે ધર્મની પ્રરૂપણ કરી છે. શ્રાવક-જૈને, સાધુઓ કે જે પંચમહાવ્રતધારી હોય છે તેના ઉપાસક, (સેવક) બનીને શ્રાવકનાં વ્રતોને પાળીને કર્મ ક્ષય કરવા પ્રયત્ન કરે છે. સાધુઓ આગમના આધારે સાધુધર્મ પાળીને કમેને ક્ષય કરવા ઉદ્યમ કરે છે. જૈન શાસ્ત્રોમાં સાધુધર્મને મેરૂ પર્વતની ઉપમા આપવામાં આવી છે. સાધુ અને શ્રાવકને અત્તર મેરૂ પર્વત અને સર્ષવના દાણુતુલ્ય જાણવો. સાધુ મેરૂપર્વત સમાન અને શ્રાવક સર્ષવ સમાન જાણુ. ગૃહસ્થ શ્રાવક ગમે તે હોય, પણ તે દેશથકી ચારિત્રધર્મ પાળવાને માટે સમર્થ થાય છે; અથોત દેશથકી શ્રાવકના બાર વતને તે પાળી શકે છે;– ગૃહસ્થાવાસમાં સાધુનો ધર્મ આરાધી શકાતા નથી. શ્રાવકને પાંચમા ગુણઠાણુની હદ છે. સાધુઓ સર્વથકી વિરતિને ધારણ કરી શકે છે. જૈન શાસ્ત્રોમાં ગુરૂ તરીકેનો અધિકાર સાધુઓને છે પણ ગૃહસ્થને નથી. ચારિત્રની દીક્ષા અંગીકાર કરનાર એવા સાધુને છ૩, સાતમું ગુણસ્થાનક પ્રાપ્ત થાય છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણ રત્નોમાં ચારિત્રની અત્યંત ઉત્તમતા–તેના અધિકારે સિદ્ધ ઠરે છે. અનેક પ્રકારની ભાષાનો અભ્યાસ કર્યો હોય, તેમજ ઈન્દ્રમહારાજની પેઠે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન હોય, તોપણ ચારિત્રવિના જ્ઞાનનું ફળ ઉત્પન્ન થતું નથી. કેટલાક ભવાઈની પેઠે ભાષણની ભૂંગળે ફેંકનારા તે હજાર મળી આવે છે, કિન્તુ જ્યારે તેઓનાં
For Private And Personal Use Only