________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૪૭ ) गुरुके घरमें नवनिधि सारा, चेलेके घरमे निपट अंधारा ॥ गुरुके घर सब जरित जराया, चेलेकी मढीयां मे छपर छाया. ॥
|| Ghત || ૨ || गुरु मोही मारे शब्दकी लाठी, चेलेकी मति अपराधनी नाठी ॥ गुरुके घरका मरम न पाया, अकथ कहांनी आनन्दधन पाया. ॥
| |૨ | ભાવાર્થ-શ્રીમદ્ આનન્દઘનજી કથે છે કે, જગતના લોકોમાંથી અનેક ગુણ શિખવાના છે. સક્રની શાળાભૂત જગત્ છે. જ્ઞાન આપનાર એવા ગુરૂઓ, જગતમાં પંચમહાવ્રત પાળતા છતા વિચરે છે. સાધુ, સાધી, શ્રાવક અને શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ પણ જગતમાં ઉત્પન્ન થાય છે. તીર્થકરે પણ જગતમાં ઉત્પન્ન થાય છે, તેથી-જગત ઘણુ ગુણી પુરૂષેનું સ્થાનભૂત હોવાથી-ઘણું સદ્ધ જગતમાંથી પ્રાપ્ત કરી શકાય છે માટે એ અધ્યાત્મ શૈલીની અપેક્ષાએ જગતગુરૂ છે એમ કહી શકાય છે. જગતમાં વસનારા ઉત્તમ સાધુ પુરૂષો મને અનેક પ્રકારની શિક્ષા આપે છે, તેમજ અનેક પ્રકારની ધર્મવિધાઓનો અભ્યાસ કરાવે છે, માટે મંડ્યા રાતિ એ ન્યાય પેઠે જગતને હું શિષ્ય છું. જગતુમાંથી અનેક પ્રકારના ગુણને ગ્રહી શકાય છે અને દેષને ત્યાગી શકાય છે, તેથી જગને ગુરૂ માનીને ગુણે લેતાં અધ્યાત્મની અપેક્ષાએ વાદવિવાદને ઝઘડે રહેતો નથી. વ્યવહારનયની અપેક્ષાએ ગુરુ અને શિષ્યનું શાસ્ત્રાધારે સ્વરૂપ સમજવું. આત્મારૂપ ગુરૂ અને તેને મનરૂપ શિષ્ય છે. આમાં પિતે મનના ઉપર હુકમ કરી શકે છે અને આત્માની આજ્ઞા પ્રમાણે મન પ્રવર્તી શકે છે, તેથી મનને શિષ્યની ઉપમા આપવામાં આવી છે. આત્મારૂપ ગુરૂ, આત્મબળથી મનરૂપ શિષ્યને વશ કરી શકે છે. આત્મારૂપ ગુરૂ પ્રમાદી બની જાય છે તે મન શિષ્યનું પ્રબળ વધે છે. આમાં અપ્રમાદી થઈને મન શિષ્યને આજ્ઞા પ્રમાણે પ્રવર્તાવી શકે છે. આત્મારૂપ ગુરૂના અસંખ્યાત પ્રદેશમાં અનન્તજ્ઞાન, અનન્તદર્શન, શાચિકચારિત્ર, ક્ષાયિકસમ્યકત્વ અને પાંચ પ્રકારની ક્ષાયિક દાનાદિક લબ્ધિ, એ નવ પ્રકારની શ્રેષ્ઠ નિધિ હોય છે અને મનરૂપ શિષ્યના ઘરમાં અજ્ઞાનરૂપ અંધારું હોય છે. આત્મારૂપ સદ્ગુરૂના અસંખ્યાત પ્રદેશરૂપ ઘરમાં સહજ સ્વભાવ રમણતા, આનન્દ વગેરેની અત્યંત શભા છે અને મન ચેલાની મનોવગેણુરૂપ મઢીમાં પુદ્ગલની વણારૂપ છપરછાયા હોય છે. આત્મારૂપ ગુરૂએ પોતાના મન ચેલાને શબ્દરૂ૫ લાઠી મારી અને તેથી મન ચેલાની
For Private And Personal Use Only