________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૪૪)
દેખતાંજ લેભરૂપ સર્ષ નાસી જાય છે. જગતમાં સતિષ સમાન કે સુખ નથી. સુમતિ કથે છે કે, હે ચેતન સ્વામિન્ ! મારે ત્યાં ઉપર્યુક્ત શાન્ત, દત્ત અને સન્વેષાદિ પરિવાર છે. જેની કલંકવાળી કલા છે એવું પાપ કુમતિને વ્યાપી રહ્યું છે, અર્થાત્ કલંકી પાપનું સ્થાન કુમતિ છે; કુમતિ થતાં જ પાપ પ્રગટ થાય છે. અશુભાશ્રવનું મૂળ કુમતિ છે. કુમતિથી પાપની રાશિ પેદા થાય છે. જે જીવો કુમતિના વશમાં પડ્યા છે તે જ પાપ કર્મથી બંધાય છે; મનમાં કુબુદ્ધિ ઉત્પન્ન થઈ એટલે જીવને પાપ લાગે છે એમ જીવોએ સમજવું. કુમતિના ઘરની આવી દશા છે અને હે ચેતન ! મારા ઘરમાં તે આનન્દને ઘન જેમાં છે એવા આપ–ત્રણ ભુવનના ભૂપ વિરાજી શકે છે. કુમતિના ઘર નીચ દુને વાસ છે અને અત્ર તે આપજ ખેલી શકે છે અને અનન્ત સુખને ભોગ લેઈ શકે છે, આપના વિના મારા ઘરમાં અન્ય કોઈને આવવાને હક નથી; આવું સુમતિનું સંભાષણ સાંભળીને, ચેતનના હૃદયમાં વિવેક જાગૃત થયો અને તે સુમતિના ઘરમાં પધાર્યા અને સહેજ સુખમાં ખેલવા લાગ્યા એમ આનન્દઘન કહે છે.
૬ ૭૭.
(રાજા રામબી.) हमारी लय लागी प्रभुनामः ॥ हमारी॥ अम्ब खास अरु गोसल खाने, दर अदालत नहि काम.ह॥१॥ पंचपच्चीश पचास हजारी, लाख किरोरी दास ॥ खाय खरचे दिये विनु जातहे, आनन करकर श्याम.ह॥२॥ इनके उनके शिवके न जीउके, उरज रहे विनुं ठाम ॥ संत सयाने कोय बतावे, आनन्दधन गुनधामः॥ हमारी०॥३॥
ભાવાર્થે શ્રીમદ્ આનન્દઘનજી મહારાજ, પિતાની પ્રભુના નામની સાથે પોતાના ચિત્તની લય લાગી છે અને પ્રભુનામ વિના અન્ય કોઈ વસ્તુમાં સાર નથી એમ દર્શાવે છે. શ્રીમદ્ કથે છે કે, અમારા ચિત્તની લય પ્રભુના નામની સાથે લાગી છે. અરિહંતાદિ પ્રભુનાં નામની સાથે મનને જવાથી અન્ય વસ્તુઓમાં ચિત્તની રમણતા થતી નથી અને પ્રભુના નામની સાથેજ મન જોડવાથી પ્રભુના જ્ઞાનાદિક ગુણોનું સ્મરણ થાય છે. જ્યાં સુધી સાલંબન ધ્યાનની ગ્યતા છે ત્યાં સુધી, પ્રભુનું નામ સ્મરવાથી મનના દેષ ટળે છે અને આત્માના ગુણે વૃદ્ધિ પામે છે.
For Private And Personal Use Only