________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૪૩) તાપથી રાત્રી અને દિવસ જરા માત્ર પણ શાન્તિને અનુભવ કરી શકતા નથી. તૃષ્ણથી રાજાઓ પણ રંકની પેઠે આચરણ કરે છે. તૃષ્ણરૂપ દાવાનલમાં પડેલા છ કયાંથી સુખ પામી શકે?—મતિની પ્રેરણુથી જીવે લેભસાગરમાં બુડે છે. લેભસાગરને કઈ પાર પામી શકતું નથી. જગતમાં લેભસમાન કઈ દુઃખ દેનાર નથી. લેભી જીવ કચું પાપ કરી શકતો નથી ? લેભી મનુષ્ય, છતી આંખે સત્યને દેખી શકતો નથી. મનુષ્યો લેભવડે અન્ય જીવોનાં દુઃખ દૂર કરવાલક્ષ્મી, સત્તા અને કાયાને ઉપગ કરી શકતા નથી. મનુષ્ય ઉચ્ચ શ્રેણિએ ચડવા પ્રયત્ન કરે છે, કિન્તુ લેભ તેને પગ ખેંચીને હેઠળ પાડે છે. મનુષ્ય, સદ્ગગુરૂપ પુષ્પથી ખીલી ઉઠેલા બાગમાં વિહાર કરવા પ્રયત્ન કરે છે, ત્યારે લાભ તેને દુર્ગણરૂપ વિષ્ટાના ખાડામાં નાંખી દે છે, લોભના પાસમાં ફસાયેલા છે અનીતિ માર્ગમાં ગમન કરે છેસિકંદર બાદશાહે લોભથી લાખે મનુષ્યોના પ્રાણ લીધા, પણ અને તેને બે હાથ ઘસવા પડ્યા. નવનન્દ રાજાઓએ સમુદ્રમાં લોભવડે સુવર્ણની ડુંગરીઓ (ટેકરીઓ) બનાવી, પણ મરણ પશ્ચાત્ તેઓ સાથે કંઈપણ લેઈ ગયા નહિ. ફમતિના લીધે કાળા નાગ સમાન હૃદયમાં ક્રોધ પ્રગટે છે અને તે-દયા-પ્રેમ-મિત્રતા અને સંપને ક્ષણમાત્રમાં નાશ કરે છે-કમતિને ત્યાં તે ઉપર્યુક્ત દુઃખકર પરિવાર છે. સુમતિ કહે છે કે, અહિયાં તે-શાત-દાન્ત અને સનતેષ ગુણની શોભા બની રહી છે; શાન્ત અને દાન્ત ગુણથી વૈર વિરોધ અને ઇન્દ્રિયના વિષ
નું જોર ટળી જાય છે, શાન્ત ગુણથી મનુષ્ય જ્યાં ત્યાં પૂજાય છે અને તે મુક્તિ મહેલના પગથીયાપર ચઢી શકે છે. દાન્તગુણથી મનુષ્ય, મનની આરોગ્યતા સાચવી શકે છે અને એક, ધર્મષ્ઠા તરીકે જગતમાં પ્રખ્યાત થાય છે; ઈદ્રિયોને દયા વિના દાન્તગુણ પ્રાપ્ત કરી શકાતું નથી. શાન્ત અને દાન્તગુણવડે મહારાજાને પરાજય કરી શકાય છે. કોઈને નાશ કરવા શાન્તગુણ સમાન અન્ય કોઈ ઠો નથી. સતોષ ગુણની શોભાનું વર્ણન કરીએ તેટલું અલ્પ છે. લેભરૂપ સમુદ્રને, રસન્તોષરૂપ અગસ્તિ મુની પી જાય છે. લાભના અનેક વિકારેને હટાવી દેનાર સન્તોષરૂપ રસાયનને અપૂર્વ મહિમા છે. સતેવરૂપ સૂર્યનાં કિરણે મનરૂપ પૃથ્વી પર પડતાં, ભરૂપ અધકાર પલાથન કરી જાય છે. સન્તોષરૂપ અગ્નિ, લોભરૂપ કર્મકાષ્ટને બાળી ભસ્મ કરે છે. સંતેષરૂપ સિંહને મનરૂપ વનમાં પ્રવેશ થતાં લેભાદિ મૃગ પ્રાણીઓ આડાંઅવળાં ભાગી જાય છે. સતેષરૂપ મેઘની વૃષ્ટિ થતાં લેભરૂ૫ તાપની ક્ષણમાં શાન્તિ થઈ જાય છે. સન્તોષરૂપ ગરૂડને
For Private And Personal Use Only