________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૮૫) છમાં એકસરખું આત્મત્વ વા ચેતન્યત્વ રહ્યું છે. જેના બે ભેદ છે. ૧ રાંસારી જી. ૨ સિદ્ધના જી. અષ્ટકર્મવડે સંસારમાં જે જીવો પરિભ્રમણ કરે છે, તેને સંસારી જી કહે છે અને જે જીવ કર્મનો નાશ કરી મુક્તિ માં ગયા તેને સિદ્ધો કહે છે. તે સર્વ જીવોમાં ચૈતન્ય વા બ્રહ્મ વ્યાપી રહ્યું છે; સારાંશ કે સર્વ જીવમાં જ્ઞાનની સત્તા છે. સંગ્રહનયની અપેક્ષાએ સત્તાવડે સર્વ આત્માઓ એકસરખા છે. એકાંત વ્યવહાર વા સંગ્રહને માનતાં મિથ્યાત્વ છે. એક માટીનાં પચીશ વા લાખ વાસણ જુદાં જુદાં કરવામાં આવે, તોપણ તે મૃત્તિકાની અપેક્ષાએ તે મૃત્તિકારૂપજ છે, તેમાં કંઈ ભેદ નથી; આકારની અપેક્ષાએ ભિન્ન ભિન્ન ગણાય છે. સંગ્રહનયની સત્તાથી અભેદરૂપ છે અને વ્યવહારનય ગ્રાહ્ય આકૃતિભેદથી–મૃત્તિકાનાં ભાજનો અનેકરૂપ છે. ખંડ ખંડ કલ્પનાના આરેપથી ભિન્ન ભિન્ન જણાય છે. સત્તાની અખંડ કલ્પનાથી અખંડરૂપ વસ્તુ ગણાય છે. આત્મામાં પણ તેમજ સમજવાનું છે. વ્યવહારનયની અપેક્ષાએ વ્યક્તિથી સર્વે આત્માઓ ભિન્ન ભિન્ન છે, અને તે વસ્તુતઃ વ્યક્તિથી ભિન્ન છે તે સત્ય છે. સંગ્રહનય સત્તાથી સર્વે આત્માઓ એકરૂપ ગણુયેલા છે; નાની અપેક્ષાએ આમ અવધવું. निजपद रमे राम सो कहिये, रहिम करे रहेमानरी ॥ करशे कर्म कान सो कहिये, महादेव निर्वाणरी.॥॥राम० ३॥ परसे रूप पारस सो कहिये, ब्रह्म चिन्हे सो ब्रह्मरी ॥ इहविध साधो आप आनन्दघन, चेतनमय निःकर्मरी.॥राम०४॥
ભાવાર્થ:-શ્રીમદ્ આનન્દઘનજી કથે છે કે, પિતાના શુદ્ધાત્મસ્વરૂપમાં જે રમતા કરે છે તેને રામ કહેવામાં આવે છે. રાગ અને શ્રેષને ત્યાગ કરીને પોતાના શુદ્ધસ્વરૂપમાં સહજ સ્વભાવે જે જી રમ્યા, રમે છે અને રમશે; તેઓને રામ કહેવામાં સમ્યક્ અર્થ ઘટી શકે છે. જે જીપર રહેમ કરે, અથત દયા કરે, કેઈ પણ જીવના પ્રાણનો નાશ કરે નહીં અને સર્વ જીવોની દયા કરવાને જે ઉપદેશ આપે છે, તેમ જ દ્રવ્ય દયા અને ભાવ દયાને જે સાગર છે, તેને જૈન શૈલીની અપેક્ષાએ રહિમાન કથાય છે. જે કર્મને આત્માના પ્રદેશોમાંથી ખેંચીને બહાર કાઢે છે, રાગ અને દ્વેષ કરતું નથી, વૈરાગ્ય, ત્યાગ અને બ્રહ્મચર્યવડે જે પોતાના સ્વભાવમાં રમે છે, સાધુ માર્ગનું આરાધન કરે છે, અને પ્રમાદ દશાનો ત્યાગ કરીને જે અપ્રમત્ત દશામાં રમણુતા કરે છે, અર્થાત્ શુદ્ધ નિશ્ચયનય કથિત શુદ્ધાત્મસ્વરૂપમાં જે ઉપયોગ ધારે છે તેને
For Private And Personal Use Only