________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૬૮ ) જગતમાં ક્ષુક સ્વાર્થસાધક સ્ત્રીને પિતાના સ્વામી પર સ્વાર્થિક પ્રેમ હોય છે. સ્વામી યાવત્ પિતાનું કાર્ય કરે તાવત તે કાર્યના સ્વાર્થે મુક સ્ત્રીનો સ્વામી પર પ્રેમ વર્તે છે, અર્થાત્ તાવત્ કૃત્રિમ પ્રેમનું વર્તન સ્વામિસાથે ચલાવી શકે છે, પણ પિતાને સ્વાર્થ જ્યારે નથી સધાતો ત્યારે તુર્ત તે પ્રેમના સ્થાનમાં રોષના વિકારેને દર્શાવીને પતિની વૈરિણી બને છે. શુદ્ધ પ્રેમની મલીનતાને સ્વાર્થિક પ્રેમ કહીએ તે ચાલી શકે તેમ છે. સ્વાર્થિક પ્રેમથી પુત્ર પણ પોતાના પિતાને શુદ્ધ પ્રેમ મેળવી શકતો નથી. સ્વાર્થસાધુ પુત્રો પિતાના પિતાથી કઈ પણ જાતને સ્વાર્થ ન સરે વા પિતાથી પોતાની કંઈ હાનિ થાય, તો તર્ત પિતાના પ્રતિપક્ષી બનીને પિતાનું બુરું કરવા પ્રયત્ન કરે છે. સ્વાર્થથી બનેલા શિષ્યો પિતાને સ્વાર્થ ન સરે, વા ગુરૂ પિતાને ધમકાવે તે ગુરૂના શત્ર બનીને ગુરૂની નિન્દાનાં બણગાં ફેંકે છે અને ગુરૂની હેલના કરવા અનેક પ્રકારના પ્રપો રચે છે. જગતમાં આવું ઘણે ઠેકાણે દેખવામાં આવે છે. શિષ્યના આવા પ્રેમને સ્વાર્થ પ્રેમ ના મલીન પ્રેમ કહીએ તે તે સત્યજ છે. અધમ મનુષ્ય મલીન સ્વાર્થ પ્રેમના સંબધથી પિતાનું કાર્ય સાધવા તત્પર થાય છે. પોતાની ઈચ્છાને ગમે તે પ્રકારે સિદ્ધ કરવાને શુદ્ર મનુષ્યો, ઉપર ઉપરની પ્રેમની ચેષ્ટાઓ દર્શાવે છે, પણ તે માલુમ પડયાવિના રહેતી નથી. ગમે તેવા પ્રતિકૂલ પ્રાણાપહારક રોગોમાં પણ શુદ્ધ પ્રેમ તે એને એ સુવર્ણની પેઠે અને રહે છે. અગ્નિના સંબન્ધમાં આવતાં કાષ્ટ બળીને તુર્ત ભસ્મીભૂત થાય છે, તેમ પ્રતિકૂળ સંગરૂપ અગ્નિના સંબધમાં આવતાં મલીન સ્વાર્થિક પ્રેમ બળી જાય છે. સુવર્ણને લાખ મણ અગ્નિમાં નાખવામાં આવે, તે પણ તે પિતાનું રૂપ બદલતું નથી. સુવર્ણની પેઠે જેને પ્રેમ વર્તે છે તેને ધન્ય છે; મલીન સ્વાદિ પ્રયોજનથી જગતમાં જે પ્રેમના સંબન્ધ થાય છે, તેમાં અંશમાત્ર પણ ઉત્તમતા નથી. અચળ પ્રેમનાં જીવતાં ના કેઈકજ ઠેકાણે ખવામાં આવે છે.
જગતની પૂલ ભૂમિકામાં શુદ્ધ પ્રેમનાં પાત્રે કવચિત જ દેખવામાં આવે છે. શ્રાવકોમાં, સાધુઓમાં, મંડળમાં, ઘરમાં, ગચ્છમાં અને સભાઓમાં પણ શુદ્ધ પ્રેમનાં પાત્રો કલ્પવૃક્ષની પેઠે કેઈકજ દેખવામાં આવે છે. સ્વાર્થેના લીધે ગુરૂના પર પ્રેમથી પ્રાણ પાથરનારાઓ અમારી આંખે ઘણું દેખવામાં આવ્યા છે, પણ સ્વાર્થની પ્રતિલતા થતાં તેઓ દ્વેષના પાત્રોમાં ફેરવાઈ ગએલા અનુભવ્યા છે. સ્વાર્થવિનાને શુદ્ધ પ્રેમ ગમે તેવા પ્રતિકૂળ સંયોગમાં એક સ્થિતિવાળો
For Private And Personal Use Only