________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૬૭) વિચારમાં અનતગણું બળ રહ્યું છે, તેથી તે ચેતનનું સ્મરણ કરીને ચેતનને પિતાના ઘેર લાવી શકે એમ નિશ્ચય થાય છે. પિતાના ઘેર ચેતનસ્વામી આવશે એવી આશાથી તે જીવે છે, અર્થાત્ પિતાનું જીવન નિર્વહે છે. હવે સુમતિની ચેતન સ્વામિના વિરહથી જે દશા થાય છે તે સ્વકીયેગારથી સ્વયં જણાવે છે.
वेदन विरह अथाहहै, पाणी नवनेजाहो ॥ कौन हबीब तबीब है, टारे कर करेजाहो. ॥ पीया०॥३॥ गाल हथेली लगायके, सुरसिन्धु समेलीहो ॥ असुअन नीर वहायके, सिंचु कर वेलीहो. ॥ पीया० ॥४॥
ભાવાર્થે –સમતા કહે છે કે, મને વિરહની અથાગ (જેને પાર ન પમાય એટલી) વેદના થાય છે. મને જે વિરહની વેદના થાય છે, તેને પાર હું પામી શકતી નથી. મારી ચક્ષુમાંથી અશ્રુરૂપ જલની ધારા એટલી બધી વહે છે કે, તેનું માપ નવનેજાએ થઈ શકે. એ કણું હુશિયાર વૈદ્ય છે કે, તે વિરહની વેદનાથી મારા કાળજામાં જે કેળ (કળ) થાય છે તેને ટાળે.
ગાલપર હથેલી લગાવીને, ચક્ષુમાંથી સિધુ જેટલું અશ્રુરૂપ નીર વહેવરાવીને, હસ્તરૂપ વેલીને સિંચું છું. પતિના વિરહ વિરહિણી એવી સુમતિની ઉપર્યક્ત-બે ગાથાઓમાં કહેલી એવી-દશા થાય એમાં કંઈ કહેવા યોગ્ય નથી. પિતાના ચેતનપતિના વિરહે સુમતિનું કાળજું કેરાઈ જાય અને તેથી તે ચક્ષુમાંથી અશ્રુની ધારા વહેવરાવે એમાં કંઈ આશ્ચર્ય નથી. શુદ્ધ પ્રેમ દશામાં વિરહની વેદનાને પાર આવતું નથી. સુમતિનું હૃદય સ્વામિના વિરહે અત્યંત મૂર્છાવાળું થયું છે. શુદ્ધ પ્રેમના સંબmવિના ચક્ષુમાંથી અશ્રુની ધારા વહેતી નથી. અત્યંત અવિચળ પ્રેમખુમારી વિના કાળજામાં કળ આવતી નથી. હૃદયનો પ્રેમ કેવો છે, તે ચક્ષુથી માલુમ પડ્યા વિના રહેતો નથી. તેની ચક્ષમાંથી અશ્રુની ધારાને પ્રવાહ વહ્યા કરે છે, તે જ જવી આપે છે કે, સુમતિને આતમા ઉપર અથાગ પ્રેમ છે. પ્રેમની સૃષ્ટિમાં અદ્ભુત લીલા જણાય છે. પિતાને સ્વામી કુમતિના ઘેર જાય છે, તેમાં પતિને વાંક છે અને સુમતિના અંશમાત્ર પણ દોષ નથી, છતાં સુમતિને, અહો ! કેટલેબધે પ્રેમ પિતાના સ્વામિપર છે. હૃદયમાં હોય છે તે હોઠપર આવ્યાવિના રહેતું નથી. કહેવત પણ છે કે “જેવું હૈયામાં તેવું હોઠે.” આ કહેવત સમતાના વચનથી સત્ય જણુઈ આવે છે અને તેથી ઉત્તમત્તમ પતિવ્રતા સ્ત્રી સુમતિને આપણે કહી શકીએ.
For Private And Personal Use Only