________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૫૮) પનીનું રક્ષણ કરવા સમર્થ થતો નથી, માટે મનુષ્યો પૈકી કઈ પુરૂષને પતિ તરીકે માની તેનું મન, રંજન કરવાથી હવે સર્યું.અનાદિકાળથી અનેક પતિ કે પણ ચતુર્ગતિના ફેરા ટળ્યા નહિ. બાહ્ય જડ વસ્તુઓમાં પતિની ક૯૫ના થાય છે તે નિશ્ચયનયથી જોતાં સત્ય નથી. ખરેખર શુદ્ધ પતિ જણાયાવિના શુદ્ધ પ્રેમપણ થઈ શકતો નથી. શરીર, રૂપ, વાણું અને વસ્ત્રની શોભાથી જે પ્રેમ ઉત્પન્ન થાય છે તે ઉપાધિજનિત છે. અન્તરના શુદ્ધ ગુણદ્વારા થતો પ્રેમ તે નિર્મલ-નિષ્કામ પ્રેમ ગણુાય છે, માટે અન્તરને નિરજન પતિમાં તે પ્રેમ કરવો ઘટે છે. રૂપાદિથી થતો પ્રેમ ક્ષણિક છે, માટે તેના પ્રેમમાં હવે હું રંગાઈને અશુદ્ધ બનવાની નથી. હું તો શુદ્ધ પરિણતિ છું, માટે મારે તે શુદ્ધાત્મપતિને પ્રેમ કરે ઘટે છે; કેમકે, બાહ્ય ઠાઠમાઠ અને શરીરની ટાપટીપ કરીને ધરેલી ભાથી અતરને નિરજન પતિ રીજતો નથી. અન્તરના પતિ માટે અન્તરમાં જે શુદ્ધ થાય છે, તેને અન્તરને પતિ મળે છે; એમ શુદ્ધ, પરિણતિ નિશ્ચય કરીને હવે આગળ શે વિચાર કરે છે તે જણાવે છે.
खञ्जन दृगन गन लगावु-चाहू न चितवन अञ्जन । सज्जन घट अन्तर परमातम-सकल दुरित भयभञ्जन ॥
વર૦ | ૨ | ભાવાર્થ-મારા નિરજન દેવપતિની ખંજન જેવી આંખોની સાથે આંખ લગાવું છું, અર્થાત્ મારા પતિની દિવ્ય ચક્ષુઓની સાથે મારી આંખને એકતારની પેઠે જોડીને, મારા પતિના સ્વરૂપમાં લીન બની જાઉં છું અને આંખમાં વિકલ્પરૂપ-સંકલ્પરૂપ અંજન આંજવાને ઈચ્છા કરતી નથી–પતિની આંખોની સાથે આંખો મિલાવતાં વિકલ સંકલ્પ ચિન્તનરૂ૫ અંજનની જરૂર રહેતી નથી. આત્માની નિર્વિકલ્પ દશામાં એ આંખ મિલાવાનું સિદ્ધ ઠરે છે. સકલ દુરિત ભયભંજન એવા હૃદયમાં રહેલા પરમાત્માને મળવું તેનીજ લગની લાગી રહી છે. સકલ કર્મના નાશ કરનાર પરમાત્મા છે; પણ તેમની સાથે તન્મય. પણે પરિણમ્યાવિના કર્મને નાશ થતો નથી. પરમાતમાની સાથે તમય થવાની પ્રવૃત્તિ કરતાં કર્મની વર્ગણાએ ખરી જાય છે.
શુદ્ધ પરિણુતિની આવી પ્રવૃત્તિ ખરેખર ધન્યવાદને પાત્ર છે. પિતાના આત્મપતિનેજ દેખવાની તેની ભાવના નિર્વિકલ્પદશાને પ્રાપ્ત કરાવી શકે છે. શુતિના, ખરેખર નિર્વિકલ્પ સમાધિમાં ઉતરીને અનન્ત સુખની ખુમારી ભેગવે તેમાં કંઈ આશ્ચર્ય નથી. નિર્વિકલ્પદશામાં શુદ્ધ પરિણતિની સ્થિર આંખ રહે છે અને તેથી તે એક
For Private And Personal Use Only