________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૭) અન્યપતિ શોધવા માટે ભટકવું? અર્થાત નિશ્ચયનયથી અવેલેકતા કેમ અન્ય પુરૂષને પતિ માની તેની આગળ મસ્તક નમાવવું જોઈએ? બાહ્ય પતિ સદાકાલ એકસરખા રહેતા નથી. બાહ્ય પતિને પૌલિક શરીર હોય છે. બાહ્ય પતિ મરીને અન્યગતિમાં જાય છે, પણ મારે અન્તરને સિદ્ધ પરમાત્મારૂપ પતિ તો કર્મથી ન્યારે છે, તેને જન્મ, જરા અને મરણ નથી. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શમય પુકલ (શરીર) અને કર્મથી તે ભિન્ન છે. નિરજન દેવનું કદાપિ રૂપ બદલાતું નથી. તેને મળ્યા બાદ કદાપિ ભિન્ન થઈ શકાતું નથી. બાહ્ય પતિ ઉપાધિસહિત હોય છે. અન્તરના નિરજન પતિને કેઈ પણ પ્રકારની ઉપાધિ હોતી નથી. બાહ્યપતિના સંબધે ક્ષણિક સુખ થાય છે અને નિરજન પતિના સંગે તે સમયે સમયે અનન્ત સુખ-સદાકાલ થાય છે. બાહ્ય પતિને સંબધ સદાકાલ રહેતો નથી અને અતરના નિરજન આત્મપતિને સંબધ તે કદાપિ કાળે ટળતો નથી. બાહ્યથી કલ્પાયેલ પતિ એક ઠેકાણે સ્થિર રહેતું નથી. નિરવજન દેવ પતિ એક ઠેકાણે સ્થિર રહે છે. બાહ્ય પતિ વિભાવ દશાથી કરાય છે અને અન્તરનો આત્મપતિ તો સ્વાભાવિક છે. બાહ્યના શરીરાકારથી માનેલા પતિને અનેક પ્રકારના રેગો થઈ શકે છે, પણ અન્તરના નિરજન ચેતન પતિને વસ્તુતઃ કઈ જાતના રોગે થતા નથી. બાહ્યના પતિની શરીર વગેરેની શભા સદાકાલ એકસરખી રહેતી નથી અને અન્તરના નિરજન ચેતન પતિની શોભા તે સદાકાલ એકસરખી રહે છે. અત્તરનો આત્મપતિ જે પ્રમેદ પામ્યું તે કદાપિ સંગને તજતો નથી. બાહ્યનો પતિ તે સ્ત્રીની બાહ્ય શેભાથી ખુશ થાય છે અને અન્તરનો આત્મપતિ તો શુદ્ધ રમણતા વગેરે અતરના ધર્મથી ખુશ થાય છે. બાહ્ય પતિ, વૃદ્ધાવસ્થાથી જર્જરીત થાય છે, પણ અન્તરના આમપતિને તો કદાપિ વૃદ્ધાવસ્થા લાગુ પડતી નથી. બાહ્યનો પતિ સાકાર હોય છે અને અન્તરને પતિ તે નિરાકાર હોય છે. બાઘનો પતિ તે કર્મના યોગે પરતંત્ર થઈ ચતુર્ગતિમાં પરિભ્રમણ કરે છે, પણ અત્તરનો નિરજન આત્મપતિ તે સ્વતંત્ર છે. બાહ્યપતિને અનેક શત્રુઓથી ભય રહે છે, અન્તરના આમપતિને ઈપણ શત્રુ નથી, તેથી તે સદાકાલ નિર્ભય રહે છે; માટે શુદ્ધ પરિતિ થે છે કે, સત્ય-સ્વાભાવિક પતિ નિરજન આત્મદેવ છે, માટે હવે તે બાહ્ય પતિ માટે ભટકવાની નથી, અને કઈને શિર સુકાવાની નથી. મારા પતિને મ પરખી લીધા અને મારી ભ્રમણા ભાગી ગઈ. મારા પતિના સમાન અન્ય-અસંખ્ય બાહ્ય પતિઓ નથી. બાહ્ય પતિ તે વસ્તુતઃ પતિ તરીકે નથી, કારણ કે તે જામ, જરા અને મરણથી
For Private And Personal Use Only